મોરબી આર.ઓ. પટેલ મહિલા કોલેજની વિધાર્થિનીઓને ઓધોગિક એકમોની મુલાકાત લીધી

મોરબી જીલ્લાની મહાવિદ્યાલય Smt. R. O. Patel Women’s College દ્રારા ઓધોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં T. Y. B. Com. ની વિધાર્થિનીઓને મુન્દ્રા (કચ્છ) સ્થિત અદાણી પોર્ટ (સ્પેશીયલ ઈકોનોમીક ઝોન) ની તથા ભુજ સ્થિત પારલે – જી પ્રાઇવેટ લિમીટેડની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ ઓધોગિક મુલાકાતમાં પોર્ટ પર થતી દરિયાઈ વાણિજ્યક અને બિનવાણિજ્યક પ્રવૃત્તીઓ જેવી કે જહાજને લાંગરવા માટેની જેટ્ટી(દરીયાઈ પુલ), જહાજમાં માલસામાન ભરવા અને ખાલી કરવા માટેની અધત્તન અને વિશાળકાય ક્રેઈનો, જહાજનાં સ્વાગત અને લાંગરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું વિશિષ્ટ પ્રકારનું નાનું જહાજ એટલે કે ટગ, ખુલ્લા અને બંધબોડીના વિશાળકાય ગોડાઉનો, SEZ વિશેની બારીકાઈપુર્વક માહિતી પોર્ટ મેનેજર દ્રારા પુરી પાડવામાં આવી હતી અને આવી અનેરી માહિતી મેળવતાની સાથે જ વિધાર્થિનીઓ આશ્ચર્યચકિત્ત થઈ ગઈ હતી.

તદુપરાંત પારલે – જી કંપનીમાં થતી વિવિધ કંપનીલક્ષી પ્રવૃતીઓ જેવી કે સંચાલનમાં ઉપયોગમાં આવતી 5’S ની પધ્ધતિ અને કંપનીની ઉત્પાદનપક્રિયામાં સ્વચ્છત્તા વિષેની સચોટ અને ઝિણવટભરી માહિતી મેળવી પુરી પાડવામાં આવી હતી. ત્યારબાદ બિસ્કિટ બનાવવા માટે કાચા માલસામાનનું મિશ્રણ, પરિક્ષણ, મોલ્ડીંગ(ઘાટ), બેકિંગ(ઓવેન), કુલીંગ, પેકિંગ, વગેરે માહિતી પુરી પાડવામાં આવી હતી અને સાથોસાથ બધા વિધાર્થિનીઓને બિસ્કીટ પણ આપવામાં આવ્યા હતા.

મુલાકાતના અંતમાં ભુજ તાલુકાના ભૂજોડી ગામમાં આવેલ વંદેમાતરમ્ મેમોરિયલ (હીરાલક્ષ્મી ક્રાફટમાર્કેટ)ની પણ મુલાકાત લઇ કચ્છની ભાતીગળ સંસ્કૃતિ, કચ્છી ભરતકામ, કચ્છી વસ્ત્રપરિધાન અને લાઈટિંગ એન્ડ સાઉન્ડ શો વગેરે નિહાળ્યો હતો.

મોરબી થી મુન્દ્રા પોર્ટ થી પાર્લે જી(ભુજ) થી ભુજોડી થી પરત મોરબી આવવા જવા માટે મોરબી એસ.ટી. ડેપો દ્વારા બસની વ્યવસ્થા કરી આપવામાં આવેલ હતી તો આ તકે મોરબી એસ.ટી. પરિવારનો પણ આભાર માનવામાં આવે છે.

આ ઔધોગિક મુલાકાતના સુંદર આયોજન માટે મહાવિધાલયના વિભાગાધ્યક્ષ શ્રી મયુરભાઈ હાલપરા તથા સહઅધ્યાપક મિત્રો ચંદ્રેશભાઈ પરમાર, વંદનામેમ, સ્નેહામેમ, સોનલમેમ, રુત્વીમેમ, કેતનભાઈ બકરાણિયા, હાર્દિકભાઈ દલસાણીયા વગેરેએ ભારે જહેમત ઉઠાવી ઇન્ડસ્ટ્રીયલ વીઝીટને આનંદદાયક બનાવી હતી.