સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આગામી 18-09-2022 રવિવાર ના રોજ સરસ્વતિ વિદ્યાર્થી સન્માન સમારોહ નું પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજન થશે
સમસ્ત બ્રહ્મસમાજ મોરબી પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહમંત્રી કેયુરભાઇ પંડ્યા અને અમુલભાઇ જોષી ની યાદી જણાવે છે કે આગામી તારીખ ૧૮-૦૯-૨૦૨૨ અને રવિવારના રોજ બપોરે ૨:૦૦ થી ૭:૦૦ પંચમુખી હનુમાનજી મંદિર,ઉમા ટાઉનશિપ સામે,વેજિટેબલ રોડ,મોરબી – ૨ ખાતે સરસ્વતિ વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે
જેમાં આ વખતે રેકોર્ડ બ્રેક ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓના પરિણામ એકત્રિત કરવામાં આવ્યા અને તમામ ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે જેથી સમસ્ત બ્રહ્મસમાજ મોરબીની સમગ્ર ટીમ દ્વારા મોરબી માં વસતા તમામ ભૂદેવોને આ કાર્યક્રમ માં જોડાવવા માટે હાકલ કરવામાં આવે છે