તા: ૧૨-૦૯-૨૨ ના રોજ મોરબી વર્તુળ કચેરી ખાતે વીજ સમિક્ષા બેઠક નું આયોજન કરવામાં આવેલ જેમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ના પ્રતિનિધિ જીજ્ઞેશભાઈ કૈલા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ તથા ઉપપ્રમુખ તેમજ સદસ્યો, મોરબી નગરપાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખ તેમજ સદસ્યો અને મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ હાજર રહ્યા હતા
નીગમિત કચેરીમાંથી પધારેલ GM finance કે.એસ.મલકાન તથા મોરબી વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર બી.આર. વડાવિયાની ઉપસ્થિતિ માં યોજાયેલ.
જેમાં મોરબી-૧ વિભાગીય કચેરી ના કાર્યપાલક ઇજનેર તથા તમામ નાયબ ઈજનેરઓ જોડાયેલ અને તેમની સમક્ષ હાજર પ્રતિનિધિઓ દ્વારા તેમના વિસ્તારને લગતી રજૂઆતો કરવામાં આવેલ.