માળીયા તાલુકો મોરબી જિલ્લાનો અતિપછાત તાલુકો હોય તેમ ઠેર ઠેર મુસીબતોની હારમાળાઓ છે લોકો પોતાની મુસીબતો ની રજુઆત કરવા માળીયા મામલતદાર કચેરીએ જતા પહેલા મોતના મુખમાંથી પસાર થવું પડે તોવો કચ્છ હાઇવે થી મામલતદાર ઓફિસ સુધીનો બિસમાર રસ્તો પર થી પસાર થવું પડે જે અંગે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં ગઈ કાલે રસ્તા ચક્કા જામની જાહેરાત કરતા આજે આવેદનપત્ર આપ્યાની પહેલાજ દ્વારા તંત્રી આળસ ખંખેરીને ખાડા બુરવાની કામગીરીની શરૂઆત કરતા માળીયા શહેરી જનો ખૂબ જ ખુશ થયા.
આ અંગે મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, વિધાનસભા સંગઠન મંત્રી હાજીશાહેબ કટિયા, હીરાભાઈ કાનગઢ, જિલ્લા સંગઠન સહ મંત્રી જુનુસભાઈ જેડા, જિલ્લા યુવા સંગઠન મંત્રી જગદીશ ભરવાડ તેમજ ગુલામભાઈ સહિત આમ આદમી પાર્ટી માળીયા ના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.