મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓ દ્વારા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનુ શાલ ઓઢાળી અભિવાદન કરવા માં આવ્યુ તેમજ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ને શાલ અર્પણ કરી તેમના આશિર્વાદ મેળવવા માં આવ્યા
મોરબી પટેલ સમાજ વાડી-શક્ત શનાળા મુકામે કોરોના માં મૃત્યુ પામનાર દીવંગત આત્માઓના મોક્ષાર્થે મોરબી-માળિયા મત વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ અનેરુ આયોજન કરવા માં આવ્યુ છે જેમાં વ્યાસપીઠ પર પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા બિરાજમાન છે, જેમના શ્રીમુખે શ્રીમદ્ ભાગવત સપ્તાહ નુ હજારો ભક્તજનો રસપાન કરી રહ્યા છે ત્યારે મોરબી શહેર તેમજ આસપાસ ના વિસ્તારો માં વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, હસુભાઈ પુજારા, ચિરાગભાઈ રાચ્છ, રમણીકભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી તથા જયેશભાઈ રૂપારેલ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ ના સફળ આયોજન બદલ પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા નુ શાલ ઓઢાળી અભિવાદન કરવા માં આવ્યુ હતુ તેમજ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ને શાલ અર્પણ કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમિયાન મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એક લાખ થી વધુ ફુડપેકેટ વિતરણ, ઓક્સિજન બોટલ સેવા, નેબ્યુલાઈઝર સેવા, ઓક્સિમિટર સેવા, એમ્બ્યુલન્સ સેવા, શબવાહિની સેવા, અંતિમયાત્રા બસ, આયુર્વેદીક દવાઓનુ વિતરણ, હોમ આઈસોલેટ દર્દીઓ માટે ડોક્ટર ની સેવા સહીત ની વિવિધ સેવાઓ પ્રદાન કરવા માં આવી હતી. આ તકે કાંતિલાલ અમૃતિયા તથા પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા મોરબી જલારામ મંદિર ની સેવાને બિરદાવવા માં આવી હતી.