રિપોર્ટ ઇશાક પલેજા : મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચાલુ વર્ષે અવરિત વરસાદ વરસતા ખેડૂતોના પાકને ભારે નુકસાની ભોગવવી પડી હોય અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો હોય ત્યારે માળીયા તાલુકા ના કોંગ્રેસ આગેવાનો દ્વારા કૃષિ મંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું કે માળિયા તાલુકામા અતિભારે વરસાદના કારણે ખેડૂતોનો પાક બળીને ખાખ થઈ ગયેલ હોય ત્યારે લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી માંગણી કરી હતી
માળીયા મીયાણા તાલુકામાં સતત વરસાદ પડવાને કારણે માળિયા તાલુકાના ૫૦% ગ્રામ્ય વિસ્તારો માં આજ દિન સુધી ખેડૂતો વાવણી પણ કરી શક્યા નથી અને ૫૦% વિસ્તારમાં ૧૫ દિવસ માં પડેલ અતિ ભારે વરસાદ ના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ વિસ્તારોમાં પાક સંપૂર્ણપણે બળી જવા પામેલ છે જેનો સરકાર તરફથી કોઈ સર્વે કરવામાં આવેલ નથી તો તાત્કાલિક સર્વે કરાવી માળીયા મીયાણા તાલુકાના સંપૂર્ણ લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સ્પેશિયલ પેકેજ જાહેર કરી સત્વરે સહાય ચૂકવવામાં આવે એવી અમારી માંગણી અને લાગણી છે જો ૧૫ દિવસમાં સરકાર તરફથી યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતોના સહકારથી અમારે ના છુટકે ઉગ્ર આંદોલન છેડવાની ફરજ પડશે તેવી ધર્મેન્દ્ર વીડજા પ્રમુખ માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ મહેશ પારજીયા મોરબી જિલ્લા પંચાયત સભ્ય ઉપપ્રમુખ માળીયા તાલુકા કોંગ્રેસ સમિતિ અશોક કૈલા વિપક્ષ નેતા માળિયા તાલુકા પંચાયત બળદેવ દેત્રોજા મહામંત્રી માળિયા તાલુકા પંચાયત સમિતિ ચંદુભાઈ બાપોદરીયા તથા અલ્પેશભાઇ દેત્રોજાએ આવેદનપત્ર આપી ખેડૂતોને નુકસાની વળતર મળે તેવી માંગ કરી હતી