પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મોરબી ખાતે મની ત્રીજા દિવસની કથામાં “શ્રીહરિમ પરમાનંદમ” નાદ સાથે મંગલા ચરણ બાદ કથાનો પ્રારંભ કરવામા આવ્યો હતો. તે કથા ના “સાર શબ્દ” મુખ્ય અંશો કથા સમિતિના મીડિયા વિભાગના પ્રભારી વિજયભાઈ લોખીલ વિજયશ્રી દ્વારા અત્રે અખબારી યાદીમાં જણાવે છે કે, પૂજ્ય ભાઈશ્રી ત્રીજા દિવસની કથાના પ્રારંભે આપણા સૌ માટે એક સંદેશ આપે છે કે, આપણે શું જોવું અને શું સાંભળવું.
તે પૂર્વે ભાઈશ્રીએ કહ્યું કે, હમારે ભગવાન કે દિવ્ય ચરણ કમળ મેં સદૈવ દંડવત કરતે હુએ, સર્વ દેવો કો પ્રણામ વ વંદન કરતે હુએ, સંતજન, વિપ્રજન એવં સર્વ ભાઈ-બહેન એવં ઉનકે ભીતર બિરાજે પરમ તત્વ કો વંદન કરતે હુએ. એવં વિજ્ઞાન કે માધ્યમ સે દુર-સુદુર કથા શ્રવણ કર રહે, કથા પ્રેમી શ્રોતા જનો કો ભી હાર્દિક અભિનંદન એવં અભિવાદન, એવં સ્વાગત સાથ વંદન. ભાગવત ભગવાન શ્રીકૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. ભગવાનના બે સ્વરૂપ છે. બે વિગ્રહ છે. એક અર્ચના વિગ્રહ. જે મંદિરમાં મૂર્તિ સ્વરૂપે બિરાજે છે.
જેની આપણે પૂજા કરીએ છીએ. દર્શન કરીએ છીએ. બીજુ સ્વરૂપ ભગવાનનું અક્ષર સઃ સ્વરૂપ એ શ્રીમદ્ ભાગવતજી રૂપે અહીંયા આપણી સમક્ષ બિરાજે છે. મંદિરમાં બિરાજતા ભગવાનના આંખોથી દર્શન થાય છે. અને અહીંયા મંડપમાં ભાગવત સ્વરૂપે બિરાજમાન ભગવાનનું કાનથી શ્રવણ થાય છે. ડોંગરે બાપા એટલે કે બ્રહ્મલિન ડોંગરેજી મહારાજ એમ કહેતા કે, પાપ અને પુણ્ય બંને આપણી અંદર પ્રવેશે તે માટેના મુખ્ય બે દ્વાર છે. એક નેત્ર દ્વારા અને બીજું શ્રોત્ર દ્વારા. નેત્ર થી પાપ ભીતર પ્રવેશ કરે છે. શ્રોત્ર કાનથી પાપ આપણી અંદર, આપણી ભીતર પ્રવેશ કરે છે. ખોટું જોવાથી, ખરાબ સાંભળવાથી પાપ ભીતર પ્રવેશ કરે છે. આપણું મન બગડે છે.
જે તે ન સાંભળે, જે તે ન જોવે તે માટે વેદોમાં દેવતાઓને પ્રાર્થના કરવામાં આવી કે, “હે દેવતાઓ અમારા કાન દ્વારા અમારું કલ્યાણ થાય, એવું જ સાંભળીએ. હે દેવતાઓ અમે અમારા નેત્રો દ્વારા અમારું કલ્યાણ થાય, એવું જ જોઈએ, અથવા તો અમને ભદ્ર સંભળાય. ભદ્ર સાંભળવાનું ત્યારે જ બને, જ્યારે સામે બોલનાર પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક માણસ ભદ્ર હોય. અભદ્ર લોકોની વાણી અભદ્ર જ હશે. તે સાંભળવાથી મન બગડશે. અમે અમારા નેત્રો દ્વારા ભદ્ર જોઈએ. આપણી આંખો ભદ્ર ત્યારે જુએ, જ્યારે સમાજમાં સર્વત્ર ભદ્ર જ હોય. ત્યારે એ ભદ્રનો પ્રસાર થાય. માટે જ બ્રાહ્મણો પૂજાના પ્રારંભે “ભદ્ર સૂત્ર”નો પાઠ કરે છે. “ઓમ આનો: ભદ્રાઃ” માટે સારું સત્ય જુઓ અને સારું સત્ય સાંભળો.
અમને સર્વ દિશાઓમાંથી કલ્યાણની પ્રાપ્તિ થાઓ. લોકો કહે છે કે જમાનો ખૂબ બગડ્યો છે તો અંતઃકરણથી વિચાર કરો કે એને બગાડવામાં આપણો કોઈ રોલ ખરો કે નહીં ??? તેથી સુધારણા ની શરૂઆત પણ અન્યથી નહીં પણ આપણાથી જ થવી જોઈએ. પછી સાત્વિકતાના આંદોલનો સમાજમાં પ્રસરવા જોઈએ. સંતોએ મહાપુરુષોએ એ જ કાર્ય કર્યું છે.
આ દેશના યુવાનો ભાઈઓ બહેનો તમારે જોઈએ છે શું ???તેની પહેલા તમે પ્રાયોરિટી તો નક્કી કરો. વોટ આર યુ નીડેડ ??? વોટ ઇસ યોર પ્રાયોરિટી ??? બધા જ એમ કહે કે “સુખં મેં ભૂયાત” અમે સુખી થઈએ.
અમે તો હંમેશા કહીએ છીએ કે “સર્વેત્ર સુખીન સંતુ, સર્વે સંતુ નિરામયાહા” સૌ સુખી થાઓ. સૌ નિરામય એટલે કે નીરોગી થાવ. કેમકે પહેલું સુખ તે નિરોગી કાયા. “પહેલું સુખ તે જાતે નર્યા” નહિતર બધું હોવા છતાં માણસ પથારીવસ હોય ખાટલા વસ હોય. ખવાતું ન હોય, મળ-મૂત્રનો ત્યાગ પથારીમાં થતો હોય. એને સુખી કેમ કહેવાય ??? “જો આત્મવશ હૈ, જો સ્વાધીન હૈ, વહ સુખી હૈ, જો ભી પરાધીનતા હૈ, વહ દુઃખ હૈ” “પરાધીન સપનેહું સુખ નાહી” માટે સ્વાધીન થાવ. “પારકી આશા સદા નિરાશા”
આપણું શરીર સારું તત્વ ગ્રહી શકે એવું રહ્યું નથી. આ વિષય પર મેં અગાઉ અનેક કથાઓમાં વિસ્તારપૂર્વક કહેલું છે. અને આપ સૌ મોરબી વાળા તો કથા પ્રેમી છો. એટલે અગાઉ આપે સાંભળ્યું જ હશે. અને મોરબીમાં આ મારી ત્રીજી કથા છે. એટલે કદાચ કોઈ આ વિષયથી અજાણ નહીં હોય. કેમકે ગંગા આવીરત વહે છે. પણ હા તમને તરસ લાગી હોય, તો પીવાનું મન થયું હોય. તો એ જ્ઞાનરૂપી વાણીનું પાન તમે કર્યું હોય. અને તો તમને એ વિશે ખબર હોય.
ગંગા પોતાનું માર્કેટિંગ કરતી નથી. અને કોઈને આવતા રોકતી પણ નથી. પણ તમને તરસ લાગી હોય, તો તમે જાવ. અને ગંગાજળનું પાન કરો.
ડુબકી લગાવો અને શીતળતાનું પાન કરો. વૈશાખ અને જેઠ મહિનાના તડકામાં, બળબળતા બપોરે, ખૂબ થાકીને લોથપોથ થયા હોઈએ. અને લીમડાના ટાઢા છાયડા નીચે બેસીએ, તો તેની શીતળતાનો આનંદ પ્રાપ્ત થાય. મુંબઈની સાતમા માળની એર કન્ડિશન ઓફિસ માંથી, નીકળીને સીધો લીમડાના છાયડે જાય, તો તેને તે લીમડાની છાયાની શીતળકાનો આનંદ પ્રાપ્ત ન થાય. એમાં વાંક લીમડાનો નથી. યોગ, યજ્ઞ, જપ, તપ, વ્રત, પૂજા વગેરે પ્રાપ્ત કરવા માટે, આપણી યોગ્યતા આ કલિકાલમાં એટલી રહી નથી.
યોગનો આરંભ જ યમ-નિયમથી થાય. યોગે ઉર્જા પ્રાપ્ત કરવાનો અને આપણા શરીરને એ ઉર્જા સંગ્રહિત કરવા માટે તૈયાર કરે છે માટે યોગને મહત્વ આપો. યોગ હશે તો શરીર સારું રહેશે, શરીર યોગ્ય હશે, તો સત્સંગ થશે. અને સત્સંગ હશે, તો જીવનમાં સાત્વિકતા આવશે અને જીવન શુદ્ધ થશે.
બોસીઝમ અને લીડરશીપ માં ફરક છે. ઘણા બોસ થાય કે મને પૂછ્યા વિના કશું જ નહીં કરવાનું. ખબરદાર જો મને પૂછ્યા વિના કશું કર્યું છે તો. એ બોસ ની વ્યાખ્યામાં આવે. અને લીડરશીપ ની વ્યાખ્યા જો કહું તો આ કામ તમને સોંપીયું છે. આ કામ તમને આપ્યું છે. આ કામ તમારે કરવાનું છે. કેમ કરવું ??? એ તમારે વિચારવાનું. પણ આ કામ તમારે કરી આપવાનું છે. આનું નામ લીડરશીપ અને આમાં કામે લગાડ્યો અને આમાં કામે લગાડ્યો. આને આ જવાબદારી સોપી, પહેલાને તે જવાબદારી સોંપીએ. ખરો આયોજક એ જ કહેવાય. જે યોજના બનાવે. બધું કાર્ય યોજે. અને બીજાને સોપે. જે કાર્યમાં જે માણસ કુશળ હોય, તેને તે કાર્યમાં લગાડાય.
દાખલા તરીકે આ માણસને રસોડામાં લગાડાય. આ માણસને પાર્કિંગ વ્યવસ્થામાં લગાડાય. આને ઉતારા કમિટીમાં રાખો. પહેલા ને ટ્રાન્સપોર્ટેશનમાં રાખો. અને આ ભાઈને પ્રેસ મીડિયા વિભાગની જવાબદારી સોપો. સાધુ સંતોના સ્વાગત નું કાર્ય પેલા ભાઈને સોપો. આ રીતે બધા કામોસોંપી દેવાના, અને પછી સતત તે થતા કાર્યોને, જોતા રહે. તેનું નામ લીડરશીપ.
આજની પૂજા વ્યવસ્થાના મેં ફોટા જોયા તેમાં યજમાન ભાઈઓ પાછળ બેઠા હતા અને બહેનો આગળ બેઠા હતા. કારણકે પૂજામાં બેસનારાઓની સંખ્યા વધી ગઈ હતી. એક પંક્તિમાં બેસે તો ન બેસી શકાય. એટલે આગળ પાછળ બેઠા હતા. એટલે બહેનોને એટલે કે માતૃશક્તિઓને આગળ કરી. અને પુરુષો પાછળ બેઠા હતા. એ સારી વ્યવસ્થા નિર્માણ થઈ હતી. આપણા દિવંગતોના મોક્ષાર્થે, તેમની સદગતિ માટે પ્રેમ પૂર્ણ અશ્રુની અંજલી સ્વભાવિક પણે આંસુડા ટપકી પડે. અને તે સમયે શ્રીહરીને પ્રાર્થના કરીએ કે બધા જ સદગતોને મોક્ષ પ્રાપ્ત થાય. શાંતિની પ્રાપ્તિ થાય. સદભાવ…… સદભાવ….. સદભાવ……
અત્યાર સુધી અંધકારમાં કાઢ્યા. અજ્ઞાનતામાં સુતા રહ્યા. ખબર જ ન હતી, અને ભાન જ ન હતું કે, ભયંકર જિંદગી જીવી રહ્યા છીએ, અને આટલું મૂલ્યવાન જીવન વ્યર્થ વાતોમાં ખર્ચાઈ રહ્યું હતું. બહેનો ગીત ગાતા હોય છે કે “પાંચ પચીસના ઝઘડામાં, હીરો ખોવાણોં મારો કચરા” મનુષ્યનું જીવન ખૂબ જ મૂલ્યવાન છે. જે આપણે કચરામાં નાખી દઈએ છીએ. રૂપિયા ભેગા કરવામાં, બંગલા બાંધવામાં, સંસાર ચલાવવામાં, રાગ અને દ્વેષમાં અને જીવનના આટાપાટામાં સમગ્ર જીવન કચરામાં જતું રહે છે. એ જીવન કૃષ્ણને અર્પણ થાય. “જાગ્યા ત્યારથી સવાર” અબ ઇસ ઉમ્ર કા બાકી હિસ્સા તેરે નામ. તેરે બિના જો ઉંમ્ર બીતાઈ, બીત ગઈ સો, બીત ગઈ, અબ ઇસ ઉમ્ર કા બાકી હિસ્સા, તેરે નામ….. તેરે નામ…., સાત સુરો કા બહેતા દરિયા તેરે નામ….. તેરે નામ…., હર રંગ મેં રંગ મેઘ ધનુષ કા હો, હે ક્રિષ્ન તેરે નામ….. તેરે નામ…., ઔર હવા મેં ઉડને વાલા શબ્દ દુપટ્ટા તેરે નામ….. તેરે નામ….”
રામ ભગવાનને વનમાં જવાની ખૂબ તીવ્ર ઈચ્છા છે.
ત્યારે શ્રીરામ કહે છે કે, જંગલમાં ફરતા હાથીના બચ્ચા એટલે કે, મદનીયાના પગમાં સોનાની સાંકળ હોવાથી, તે જંગલમાં મુક્ત વિહાર કરી શકતું નથી. તે રીતે મારા માટે આ અયોધ્યાનો રાજાભિષેક, તે સોનાની સાંકળ સમાન છે. મારે વનવિચરણ કરવું છે. સંતોના પગનું પ્રક્ષાલન કરવું છે. સંતો નું પરિત્રાણ કરવું છે. તે થઈ શકતું નથી. માટે મારે આ સોનાની સાંકળ તોડવી છે. જેમાં મદનીયાને ખબર નથી કે સાંકળ સોનાની છે કે લોઢાની છે તેને મન તો તે બંધન છે. આપણને જેમ પદ પ્રતિષ્ઠા માં મોંહ બંધન થાય. અને આ મોહ રૂપી બંધન આપણને સોનાની સાંકળની જેમ જકડી રાખે. અને એ બંધન ગમવા લાગે. એ સંપત્તિ આપણને બાંધી રાખે. પણ મદનીયાને મન તે સોનાની સાંકળ પ્રત્યે મોહ છે જ નહીં. તેના માટે તો તે બંધન છે. એને તો મુક્ત થવું છે. અને તેમાં એ જો કોઈ આવીને તેના બંધનને ખોલી નાખે તેને મુક્ત કરી નાખે. અને એ મદનીયું મુક્તિ મળવાથી, જેમ મદ-મસ્ત થઈને દોડતું દોડતું જંગલમાં જતું રહે. એમ રામ વનમાં ગયા.
આ સોનાની સાંકળ કોને ખોલી નાખી ??? તો કહે માં કૈકૈઈ એ ખોલી નાખી. ત્યારે રામ મનોમન આભાર વ્યક્ત કરે છે. કે હે માં તે મને રાજ્યભિષેક અને રાજા થવાની જવાબદારીમાંથી મુક્ત કર્યો.
આ બધીએ જવાબદારીઓ મેળવવી સરળ નથી. આપણે મુખ્યમંત્રી થાઈએ, અને મંત્રી થઈએ અને પ્રધાનમંત્રી થઈએ. તેમાં આપણને મોજ અને આનંદ દેખાય પૂરતી બાજુ ફરતી ગાડીઓનો કાફલો દેખાય કમાન્ડો નો મેળાવડો દેખાય. બુલેટ પ્રૂફ કાર દેખાય. પોલીસ જવાનો સલામ મારતા દેખાય. વહાલા એ જવાબદારી વાળી પોસ્ટ છે.
અને એમાં એ તે, તમે જનતા માટે ગમે તેટલું કરો, તો પણ એ જનતાની ગાળો ખાવાની તમારે તૈયારી રાખવાની. આ બધું સહેલું નથી. અને જો નિષ્ઠાથી કામ કરે તો ગામના સરપંચ થવાનું પણ સહેલું નથી. આ બધા માટે ખૂબ ઘસાવું પડે છે.
અરે ઘરના વડીલની પણ જવાબદારી કેટલી મોટી હોય છે. એને સંતુલન જાળવીને સંસાર ચલાવવાનો હોય છે. ઘરનો સમગ્ર વ્યવહાર ચલાવવાનો હોય છે. એક બાળક હોય, ત્યારે બધા તેને લાડ લડાવતા હોય. પણ જ્યારે બીજું બાળક થાય. અને બધાનું ધ્યાન તે નાનકડા બાળક તરફ જાય. ત્યારે જે મોટું બાળક હોય તે ધીમે ધીમે નારાજ થાય. આ ચિલ્ડ્રન સાયકોલોજી છે. ત્યારે એ બાળકને એમ થાય કે “નાવ ઓલ આર ઇગ્નોરિંગ મી” આ નવા ને બધા પૂછે છે. બધા તેને પ્રેમ કરે છે. મારા તરફ કોઈ ધ્યાન દેતું નથી. ત્યારે તે બાળક ઘણા બધા તોફાનો કરે છે. એ બાળક તોફાને ચડે છે. કારણ કે, તે સૌને કહે છે કે, તમે બધા મારા પર ધ્યાન આપો. માટે એ સમયે ચિલ્ડ્રન સાયકોલોજી સમજવી પડે “નોટ ફોર ધેટ પેરેન્ટિંગ ઇઝી” માતા-પિતા માટે આ સરળ નથી. તેથી માબાપને ખૂબ શાળ સંભાળતી બધાને સંભાળવાના હોય છે.
રાજ પરિવારમાં, રાજ સત્તામાં પણ એવું જ છે. બધાને સાથે લઈને ચાલવાનું હોય છે. કોઈની પણ નારાજગી ન પોસાય. માટે ઘરના વડીલ ની ખૂબ મોટી જવાબદારી થાય. ક્યાંક લગ્નમાં જવાનું હોય, તો નાનો ભાઈ જાય તો ચાલે. પરંતુ જ્યારે કોઈના ખરખરામાં જવાનું હોય, ત્યારે મોટાભાઈએ જવું પડે. જેને પોતાની સત્તાના પ્રત્યેના કર્તવ્યનું ભાન છે, તે સત્તાં સુખને ભોગવી શકે. આવા વ્યક્તિ માટે સત્તા પણ સેવાનું માધ્યમ છે. જ્યારે રાજા સત્તાનું સુખ લેવા માંડે, ત્યારે એ રાજા સેવાથી ચ્યુત થાય. પ્રજાનું સુખ તે રાજાનું સુખ. પ્રજાનું દુઃખ તે રાજાનું દુઃખ. આવી ભાવના રાજ સત્તાધીશોની હોવી જોઈએ. રાજા ના કોઈ વ્યક્તિગત મિત્ર, કે શત્રુ નથી હોતા. રાષ્ટ્રનો શત્રુ તે રાજાનો શત્રુ. રાષ્ટ્રનો મિત્ર તે, રાજાનો મિત્ર. આપણે ત્યાં રાજાને વિષ્ણુ રૂપ માનવામાં આવ્યા છે.
જેટલા મોટા તેટલી જવાબદારી મોટી. સરપંચ હોય અને ત્યારે જે બોલતા હોઈએ, તે મંત્રી બન્યા પછી ન બોલાય. નહીંતર છાપા ભરાઈ-ભરાઈને આવે. મુખ્યમંત્રી બન્યા પછી જવાબદારી વધી જાય. અને વડાપ્રધાન બન્યા પછી, તો અનેક ગણી જવાબદારી વધી જાય. તોળી-તોળીને શબ્દ બોલવા પડે. કાંડા ઘડિયાળ બંધ હોય ત્યારે તે જેના કાંડા પર બાંધેલી હોય તેને ખોટો સમય બતાવે અને પ્લેનની સમય મર્યાદા ચૂકી જવાય. ટ્રેન ઉપડી જાય, અપોઇમેન્ટ મિસ થઈ જાય.
પણ જો મોરબીના ટાવર એવા નગર દરવાજાની ઘડિયાળ ખોટો સમય બતાવે, તો અનેક લોકોને નુકસાન થાય. એમ સમાજની જે ટાવરીંગ પર્સનાલિટી છે. પછી ભલે જે પોલિટિકલ ક્ષેત્રમાં હોય, સામાજિક ક્ષેત્રમાં હોય, ઉદ્યોગ ક્ષેત્રમાં હોય, શૈક્ષણિક ક્ષેત્રમાં હોય, કે પછી ધાર્મિક ક્ષેત્રમાં હોય, પણ એ ટાવરિંગ પર્સનાલિટી જો કંઈક ખોટું કરે, તો આખા સમાજને નુકસાન થાય. સમાજના શ્રેષ્ઠ લોકો જેવું કરે છે, તેવું સમાજના અન્ય લોકો અનુસરે છે. હું જો જવાબદારી પૂર્વક ન વરતું, તો મને જોઈને સમાજના અન્ય લોકો બે જવાબદાર થઈ જાય. માટે મારે સાવધાની પૂર્વક અમારું કાર્ય કરવાનું છે.
અને જે જવાબદારીમાંથી ભાગે, તેનો ક્યારેય વિકાસનો થાય. અને જે જવાબદારી હોવા છતાં, તે જવાબદારીને સમજે નહીં. તેની સ્વતંત્રતા પણ નુકસાન કારક છે. જવાબદારી વગરની સ્વતંત્રતા, સ્વચ્છતા બની જાય છે. આ શાસ્ત્રો દ્વારા જીવનશાફલ્યના સૂત્રો છે. જેને જીવનમાં ઉતારવા રહ્યા.
આ બધાનું ધ્યાનપૂર્વક શ્રવણ કરો, તેના પર ચિંતન કરો, મનન કરો, અને જીવનમાં એ પ્રમાણેના પરિવર્તન લાવો. તો જીવન સફળ થશે. તેવું પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા કથા દરમિયાન વિવિધ પ્રસંગોમાં સાર શબ્દરૂપી પ્રવચન કરવામાં આવ્યું હતું, જે કથા સમિતિના મીડિયા વિભાગના પ્રભારી વિજયભાઈ લોખીલ વિજયશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.