પરશુરામધામ ખાતે નવનિર્મિત સંત કુટીર અને ચબૂતરા નું લોકાર્પણ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવ્યું.આ તકે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પણ ઉપસ્થિત રહેલા,સાથે સમસ્ત બ્રહ્મસમાજ,પરશુરામ યુવા ગ્રુપ,તાલુકા બ્રહ્મસમાજ, મહિલા મંડળ શહેર અને જિલ્લા ના હોદેદારો પણ હાજર રહ્યા હતા
કાર્યક્રમ નું સંચાલન રવિન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું, સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા પરશુરામ ધામ ના પ્રમુખ ભુપત ભાઈ પંડ્યા અને અનિલભાઈ મહેતા નિરજભાઈ ભટ્ટ અને ચિંતનભાઈ ભટ્ટ,,અને મુકેશભાઈ જાની દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.