આશા વર્કર બહેનોએ સરકાર સામે બાંયો ચડાવી – હળવદ મા વિવિધ માંગો ને લઈને આવેદન આપ્યું

વિશાલ જયસ્વાલ હળવદ : હાલમાં રાજ્ય સરકાર સામે વિવિધ સંગઠનો એ વિવિધ સરકારી કર્મચારીઓએ પોતાની પડતર માંગોને લઈને બાયો ચડાવી છે ત્યારે હળવદ ખાતે આશા વર્કર બહેનોએ મામલતદાર કચેરી ખાતે પોતાની વિવિધ પડતર માંગોને લઈને રાજ્ય સરકાર સુધી તેઓની માંગ પહોંચે તે હેતુથી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું જેમાં તેઓની માંગ આશા વર્કર અને ફેસીલીએટર બહેનોને લઘુતમ વેતન આપવામાં આવે

તેમજ ફિક્સ પગારદાર બનાવવા જોઈએ , આશા વર્કર બહેનોના કામના કલાકો ફિક્સ નક્કી કરવા તેમજ દરેક સેવાની કામગીરી માટે પૂરેપૂરું વળતર ચૂકવવું તેમજ ઇનસેટિવ જે ચૂકવવામાં આવે છે તે નિયમિતપણે ચૂકવવામાં આવે તેમજ આશા વર્કર તેમજ ફેસીલીએટર બહેનોને 2019 માં જાહેર કરાયેલ ડ્રેસ તાત્કાલિક આપો આવી અલગ અલગ માંગો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યો