રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના આહવાનના પગલે સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષકો તેમજ અન્ય ખાતાના કર્મચારીઓ OPS ની માંગ સાથે માસ CL માં જોડાશે.
કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવાના તા. 03-09-2022ના સફળ આયોજન બાદ ગત.તા.07.09.22 ની સરકારે બનાવેલી પાંચ મંત્રીઓની કમિટી સાથે રાષ્ટ્રીય સંયુક્ત મોરચાની બેઠકનું કોઈ પરિણામ ન મળતા જૂની પેન્શન યોજના તથા કર્મચારીઓના અન્ય પડતર પ્રશ્નો અન્વયે આગામી તારીખ: 11-09-2022 ને રવિવારે સંભાગ કક્ષાએ હજારો કર્મચારીઓ મહારેલીમાં જોડાયા હતા અને કર્મચારી એકતાના બુલંદ અવાજને સરકાર સુધી પહોંચાડેલ હતો
આમ છતાં સરકાર તરફથી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા ન આવતા તા.૧૭.૦૯.૨૨ ના રોજ જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવા તેમજ સાતમા પગાર પંચ મુજબ ભથ્થાઓ વધારવા, HTAT મુખ્ય શિક્ષકોના અનેક પ્રશ્નો સોલ કરવાની માંગ સાથે મોરબી જિલ્લાના શિક્ષકો તેમજ અન્ય તમામ ખાતાઓના કર્મચારીઓ માસ CL પર જશે. જેમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા વિદ્યા સહાયકો અને અન્ય કર્મચારીઓને માસ સી.એલ. માંથી સંગઠન તરફથી મુક્તિ આપવામાં આવેલ છે. એ સિવાયના સમગ્ર ગુજરાતના હજારો કર્મચારીઓ સાથે મોરબી જિલ્લાના કર્મચારીઓ
.अभी नहीं तो फिर कभी नहीं! અને એક હી માંગ એક હી નારા પુરાની પેન્શન દે સરકાર ની માંગ સાથે માસ સી.એલ.પર 3262 જેટલા શિક્ષકો અને હજાર જેટલા અન્ય ખાતાના કર્મચારીઓ માસ સી.એલ. માં જોડાઈને કર્મચારી એકતા બતાવી સરકાર સમક્ષ પોતાની માંગણી મજબૂત રીતે કરશે.