મોરબી નજીક આવેલ સભારાવાડી પ્રા.શાળા તથા શકત શનાળા (કુ.)પ્રા.શાળા વચ્ચે ટ્વીનીંગ કાર્યક્રમ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તા.૧૪-૯ ને બુધવાર ના રોજ સભારાવાડી શાળાના ૬૫ બાળકો તથા ૩ શિક્ષકોએ શકત શનાળા(કુ.) પ્રા.શાળા ની મુલાકાત લીધી હતી જેમાં બાળકો માં રહેલ કાર્યક્ષમતા તેમજ આવડત સહિત એકબીજા ની વિશેષ પ્રવૃતિઓથી બાળકો તથા શિક્ષકો પરિચિત થાય તે હેતુ થી આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં શકત શનાળા(કુ.) શાળાના ૬૬ બાળકો તથા 3 શિક્ષકોએ સભારાવાડી પ્રા શાળા ની મુલાકાત લીધી હતી જ્યાં સૌઐ પ્રાર્થના કાર્યક્રમ સરસ રીતે જોઈ ને ત્યારબાદ શાળામાં ચાલતી વિવિધ જ્ઞાનસભર પ્રવૃતિઓથી બાળકો ને વાકેફ કર્યા હતા તેમજ શાળા માં એન્ટીક વસ્તુઓ નું પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું જે બાળકો એ નિહાળ્યું હતું અને ત્યારબાદ સભારાવાડી પ્રા.શાળા ના બાળકોએ ભવ્ય સાસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.ત્યારબાદ બાળકો તેમજ શિક્ષકોએ સાથે મળી ભોજન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિધાર્થીઓ ને પ્રોત્સાહન આપવા માટે સી.આર.સી.બાબુભાઈ દેલવાડિયા સભારાવાડી પ્રા શાળા ના આચાર્ય ભરતભાઇ બાવરવા,એસ એમ સી અધ્યક્ષ મુળજીભાઈતરફથી બાળકો ને ઈનામો આપી ને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના સ્ટાફે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો