વિધાર્થીઓ ને સાથે રાખી કરાઈ ઉગ્ર રજૂઆત..અંતે એસ.ટી.તંત્ર દ્વારા આગામી બે દિવસ માં બસ સમયસર શરૂ ની લેખિત ખાતરી આપતાં વિધાર્થીઓ શાંત પડયા અવાર નવાર રજૂઆત છતાં ડેપો મેનેજર પણ હાજર નથી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા અનેક રૂટો ની બસ સમયસર બસસ્ટેન્ડ આવતી નહોતી તેથી વિધાર્થી એનેક પરિસ્થિતિ નો સામનો કરવો પડી રહ્યો છે વિધાર્થી દ્રારા અનેક વાર એસટી વિભાગ મા રજુઆત કરવામાં આવી પણ એસટી તંત્ર દ્વારા એક વિધાર્થી ની વાત સાંભળવા માં નથી આવતી.
જ્યારે કેરાડી આજ જતી બસ રોજ છેલા મહિના થી સમયસર ન આવતા વિધાર્થીઓ તેમજ ABVP ના કાર્યકર્તાઓ દ્વારા ચક્કાજામ કરી એક કલાક સુધી બસો રોકી રાખી હતીઅંતે એસ.ટી.તંત્ર દ્વારા આગામી બે દિવસ માં બસ સમયસર શરૂ ની લેખિત ખાતરી આપતાં વિધાર્થીઓ શાંત પડયા.અવાર નવાર રજૂઆત છતાં ડેપો મેનેજર પણ હાજર નથી હોતા. જેમાં અન્ય ગામ ના વિધાર્થીઓ સહિત સામાજિક સ્થાનિક આગેવાન , સરપંચ અન્ય લોકો પણ આ આંદોલન માં જોડાયા હતા
આગામી સમયમાં બસ સમયસર નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી એસટી વિભાગ તંત્ર રહેશે એવી અમારી વિદ્યાર્થી હિત ને લઈ માંગ રાખી છે.