મોરબી જીલ્લામાં મોરબી જીલ્લા કિશાન કોંગ્રેસ અને રાષ્ટ્રીય મજદૂર કિશાન મંચ દ્વારા મોરબી જીલ્લા માં જે અતિ વૃષ્ટ્રી ની સ્થિતિ ઉદભવેલ છે અને સરકાર પાસે લીલો દુષ્કાળ જાહેર કરવા માટે રજુઆતો કરવા છતાં કોઈ નિર્ણય ના કરતા માળિયા તાલુકા માં પીપળીયા ચાર રસ્તા ખાતે ખેડૂતો દ્વારા પ્રતિક ધરણા નો કાર્યકર્મ કરવામાં આવેલ અને આ કાર્યકર્મ માં જો સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય દિવસ આઠ માં નહી કરવામાં આવે તો ઉગ્રઅંદોલન કરવાનું નક્કી કરવામાં આવેલ હતું.
આ કાર્યકર્મ નું કાંતિલાલ ડી. બાવરવા તથા ભાવેશભાઈ સાવરિયા તથા કુલદીપ સિંહ જાડેજા દ્વારા આયોજન કરવામાં માં આવેલ હતું.
આ કાર્યકમ માં કિશાન આગેવાન જે.કે પટેલ ગુજરાત કિશાન કોંગ્રેસ ના ચેરમેન પાલભાઈ આંબલીયા , ભરતભાઈ કરેણ, મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જન્તીલાલ જે પટેલ, માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વિડજા , મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી. પડ્સુમ્બીયા, માળિયા શહેર કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ ભાઈ ઝેડા , માળિયા નગરપાલિકા પ્રમુખ હારુનભાઈ , રાણાભાઇ ડાંગર, ડો.લખમણ ભાઈ કન્જારીયા , જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના પૂર્વ પ્રમુખ અમુભાઈ હુંબલ , મોરબી જીલ્લા ઓબીસી કોંગ્રેસ ના પ્રમુખ રાજુભાઈ જારીયા, કિશોરભાઈ બોપાલિયા, મુકેશભાઈ ગામી, મહેશભાઈ પારજીયા, સતીશ મેરજા, દેવેન્દ્રસિંહ જાડેજા, મોરબી યુથ કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયા, સંદીપ કાલરીયા ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ જનરલ સેક્રેટરી મનોજ પનારા , ટંકારા વિધાન સભાના પ્રભારી સ્નેહલતાબેન દરેક ગામ ના સરપંચો તેમજ અન્ય આગેવાનો બહોળી સંખ્યા માં હાજર રહેલ હતા.