36 માં રાષ્ટ્રીય ખેલ મહોત્સવ નિમિત્તે બિલિયા શાળામાં ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતુ .જેમાં ધોરણ-1 થી 8 તમામ બાળકોએ લીંબુ ચમચી, કોથળા દોડ,ત્રિપગી દોડ, લોટ ફૂંક, 100 મીટર દોડ, ફુગ્ગા ફોડ,સંગીત ખુરશી વગેરે સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિજેતા થયેલ બાળકોને સરપંચ કાંતિભાઈ પેથાપરા દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ.
સ્પર્ધા ની સાથે બિલીયાના સરપંચ કાંતિભાઈ મગનભાઈ પેથાપરા તથા પૂર્વ સરપંચ શ્રી મુંડિયા ભરતભાઈ ગંગારામભાઈ ને સરકારના આદેશ અનુસાર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બંને સરપંચોને “પ્રશસ્તિ પત્ર” દ્વારા આચાર્ય કાચરોલા કિરણભાઈએ સન્માનિત કરેલ,બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી તે બદલ શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે