મોરબી શહેરમાં ભુલા પડેલા વૃદ્ધાને 181 અભયમ ટીમે સુરક્ષિત ઘરે પહોચાડ્યા

મોરબી શહેરના રવાપર રોડ વિસ્તારમા 83 વષૅના માજી એકલા ભુલા પડયા હોય રવાપર વિસ્તારમાથી એક જાગૃત નાગરિકનો 181 મા કોલ આવ્યો હતો અને જણાવ્યુ હતું કે એક અજાણ્યા વૃદ્ધા મળી આવ્યા છે. અને તેમને મદદની જરૂર છે. 181 અભયમની ટીમને જાણ થતા કાઉન્સિલર જાગૃતિ ભુવા તેમજ કોન્સ્ટેબલ ભારતીબેન ધલવાણિયા અને પાયલોટ હેદરભાઈ સ્થળ પર પહોંચી કાઉન્સલિગ કરી પરિવાર ની માહિતી મેળવી સુરક્ષિત ઘરે પહોચાડયા હતા.*

મોરબીના એક રવાપર વિસ્તારમા 83 વષૅના માજી અશકત હાલતમા ભુલા પડયા હોવાનો કોલ મળતા મોરબી 181 અભયમ ટીમ સ્થળ પર પહોંચી હતી. મધ્ય રાત્રીના સમયે માજી ઘરેથી નીકળી ગયા. માજીની સ્થિતી ખૂબ જ દયા જનક હતી. શરીરે અશક્તિ આવી ગઈ હોવાથી ચાલી શકતા ન હતા. માજીનુકાઉન્સેલિગ કરતા તેમણે જણાવ્યું કે તેઓ તેમના દીકરાની વહુના સાથે તકરાર થતા અવાર-નવાર ઘરેથી નીકળી જાય છે. વૃદ્ધાની વાત સાભળી તેમનું સરનામુ પુછતા બરાબર યાદ ન હોવાથી અનેક પ્રયત્નો બાદ વૃદ્ધાના ઘરનું સરનામું મેળવી તેમના દીકરાનો સંપર્ક કરી વૃદ્ધાને તેમના ઘરે પહોચાડી તેમના દિકરાની વહુને સોંપવામાં આવ્યા હતાં.

તેમના દિકરાની વહુનુ કાઉન્સેલિગ કરતા જાણવા મળ્યુ હતું કે માજી ઉંમરના કારણે માનસિક અસ્વસ્થ હોવાના કારણે વારંવાર ઘરેથી કોઈને પણ જાણ બહાર નીકળી જાય છે. તેમના દિકરાની દિકરી એ વધુમાં કહ્યુ હતું કે અગાઉ પણ ઘણી વખત માજી ઘરેથી નીકળી ગયા હતાં.

181 ની ટીમ દ્વારા માજીના દિકરાની વહુને જણાવેલ કે તેઓ માજીનુ ધ્યાન રાખે અને સાર-સંભાળ રાખે તો માજી વારંવાર ઘરેથી નીકળી ન જાય તેવી લાબી સમજાવટ આપવામાં આવી તેમજ માજી ને સાત્વના આપવામાં આવી અને તેમના પરિવાર સુધી માજી ને પહોચાડેલ અને 181 ની ટીમ દ્વારા માગૅદશૅન આપવામાં આવેલ કે માજીની કાળજી રાખે. માજી ને સહી સલામત ઘરે પહોચાડવા બદલ માજીના પરિવારે 181 અભયમ ટીમનો આભાર વ્યકત કર્યો.