મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સહિતા હેઠળ ફરીયાદ નોધાયેલ હતી આ બનાવ રાત્રી ના સમયે બનેલ હોય ઈજા પામનારને ચોર સમજીને માર મારેલ હોય જેમાં આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ નોધાવતાં મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં આરોપી નકુમ નવીનભાઈ રમેશભાઈ વી.૫ ની રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી આરોપીઓ તરફે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી એચ.એમ.ભોરણીયા તથા કાનજી એમ. ગરચર રોકાયેલ હતા. અને તેમાં ધારદાર દલીલ કરેલ હોય અને જણાવેલ કે આરોપીઓએ આવો કોઈ ગુન્હો કરેલ નથી કે આવા કોઈ ગુન્હો અંગે જાણતા નથી તેમ છતાં ખોટી રીતે સંડોવી દીધેલ છે.
આ બનાવમાં આરોપી સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી તેમજ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીને આગોતરા જામીન અરજી મંજુર કરવા દલીલ કરેલ હતી અને આરોપીને શરતી જામીન પર છોડવાનો હકમ કરેલ છે.આરોપી તરફે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી એચ.એમ.ભોરણીયા, કાનજી એમ.ગરચર તથા કરમશી ડી.પરમાર રોકાયેલ હતાં.