મોરબી અનાથ આશ્રમમાં રહેતી દિકરીઓને મોરબીની ખ્યાતનામ ૩૬ કલબ હોટેલમાં જમાડી રામાનુજ પરીવારે પોતાના લાડકા દિકરા પ્રિયદિપનો જન્મદિવસ ઉજવ્યો
મોરબી શહેરમાં રહેતા રામાનુજ પરીવારે પુત્રના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી જેમા મોરબી શહેરમાં રહેતા નરેન્દ્રભાઈ રઘુરામભાઈ રામાનુજના લાડકા પુત્ર પ્રિયદિપના ચોથા જન્મદિવસની યાદગાર અને પ્રેરણાદાયી ઉજવણી કરીને સેવાકીય પ્રવૃતિ સાથે પુત્રના જન્મદિવસની અનાથ આશ્રમમાં રહેતી દિકદીઓને હાઈફાઈ હોટેલમાં મનગમતા ભોજન કરાવીને અનોખી રીતે ઉજવણી કરી હતી
રામાનુજ પરિવારે પોતાના લાડકા દિકરા પ્રિયદિપ આજરોજ ૩ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે પોતાના પુત્રના જન્મદિવસે મોરબીના અનાથ આશ્રમમાં રહેતી દીકરીઓને મોરબીની ખ્યાતનામ ૩૬ ક્લબ હોટેલમાં મનગમતા ભાવતા ભોજન કરાવીને અનોખી માનવતા મહેકાવતી ઉજવણી કરીને પ્રેરણારૂપ બન્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે તેઓના પુત્રના જન્મદિવસે રામાનુજ નરેન્દ્રભાઈને સગાવ્હાલા અને મિત્ર સર્કલ દ્વારા સોશિયલ મીડિયામાં શુભકામના પાઠવી રહ્યા છે