આઈ ખેડૂત પોર્ટલ પર ૧૫ મી ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે
મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ડ્રેગન ફ્રુટ “કમલમ ફ્રુટ”નો વાવેતર વિસ્તાર વધારવા માટે સરકારના બાગાયત ખાતા દ્વ્રારા નિયમોનુસાર વાવેતર ૨૦૨૨-૨૩ માં પોતાની માલિકીની જમીનમાં વાવેતર કરેલ હોય તેવા સામાન્ય જાતિના ખેડુતને ૫૦% અથવા મહત્તમ ૩,૦૦,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે. અનુસુચિત જનજાતિ અને અનુસુચિત જાતિના ખેડુત માટે ખર્ચના ૭૫% કે મહત્તમ રૂ. ૪,૦૦,૦૦૦/હે પ્રતિ હેક્ટરની ૬,૦૦,૦૦૦- ની યુનિકોસ્ટ મર્યાદામાં મહત્તમ ૧ હેક્ટર માટેની સહાય આપવામાં આવશે.
આ માટે જિલ્લાના તમામ બાગાયતી ખેડૂતોએ તા.૧૫/૧૦/૨૦૨૨ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:- ૪ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા મોરબી નાયબ બાગાયત નિયામક ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.