મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઈન્સ્પેકટર કૃષ્ણસિંહ જાડેજા તથા તેની ટિમ દ્વારા તા. ૨૩/૦૯/૨૦૨૨ના રોજ નવડેલાં મેઇન રોડ પર તથા સનાળા રોડ ખાતે ચેકીંગ કરતાં નીચે મુજબનું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરેલ તથા રૂ. ૧૫૦૦/- નો દંડ કરવામાં આવેલ. જપ્ત કરેલ પ્લાસ્ટિકનો જથ્થો:
1. પ્લાસ્ટિક ઝબલા: ૩૧ કિલો, 2. પ્લાસ્ટિક પાન પીસ: ૧૮ પેકેટ