મહાકવિ કાલિદાસે ભારતીયોને ઉત્સવ પ્રિય કહ્યા છે. હિંદુઓના પવિત્ર તહેવાર નવરાત્રિનો આરંભ થઈ ચૂક્યો છે. નવરાત્રિએ હિંદુઓના પ્રિય પૂજ્ય દેવીઓનાં નવ સ્વરૂપોની પૂજાનો તહેવાર છે. આ નવ દિવસો દરમિયાન દુર્ગા માતાનાં નવ સ્વરૂપોની અલગ અલગ પૂજા વિધીઓ થાય છે. નવરાત્રિ દરમિયાન શક્તિના નવ સ્વરૂપોની પૂજા કરવાથી બધા જ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે. નવરાત્રિના આ નવ દિવસો એટલે ગરબા, પૂજા, ઉપવાસ અને પ્રાર્થનાના દિવસો…
આપણી આ ભવ્ય હિંદુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે એલીટ એજ્યુકેશનલ ગ્રુપ સંચાલિત 2nd હોમ પ્રિ-સ્કૂલમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિ મહોત્સવનો શુભારંભ એલીટ ગ્રુપના પ્રેસિડન્ટ કલોલાસર તથા એલીટ કેમ્પસ ડિરેક્ટર રવિનભાઈ, અગ્રણીય ઉદ્યોગપતિ મહેશભાઈ ચાડમિયા, અંબારામભાઈ કવાડીયા, લલીતભાઈ કવાડિયા અને ગીરીશભાઈ વડાવિયાના વરદ્ હસ્તે માં અંબાની આરતી ઉતારીને કરવામાં આવી હતી.
ત્યારબાદ 2nd હોમ પ્રિ-સ્કૂલમાં ટોડલર, નર્સરી, K1, K2 માં અભ્યાસ કરતા ભૂલકાંઓ, તેમના વાલીઓ, સગાં-સંબંધીઓ અને એલીટ પરિવાર રાસ-ગરબામાં એક તાલે બધા જ ઝૂમી ઉઠ્યાં હતા. 2nd હોમ પ્રિ-સ્કૂલમાં અનેરી રીતે નવરાત્રી મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરી અને સ્વરૂચિ ભોજન પ્રસાદ સ્વરૂપે સ્વીકારીને તમામ સભ્યો છૂટા પડ્યા હતા.