તારીખ -19/09/2022 ના રોજ પીડિતા દ્વારા 181 પર કોલ આવીયો કે મારાં પતિ સાથે જગડો થતા તેને મારા પર હાથ ઉપાડ્યો .આથી હું મારાં પિયર આવી ગઈ છું. છેલ્લા એક અઠવાડિયા થી હું મારાં પિયર છું. મારે શુ કરવું એ સમજાતું નથી; માટે મારે 181 ની મદદની જરૂર છે.
આથી મોરબી સ્થિત કાઉન્સેલર રસીલાબેન તથા કોન્સ્ટેબલ રંજનબેન અને પાયલોટ દિનેશભાઇ પીડિતા બેન ને લઈને તેના સાસરિયામાં પહોચ્યા. ત્યાં તેના પતિ ને સાસુ સસરા સાથે વાતચીત કરી. વાતચીત કરતા પીડિતા બેને જણાવ્યું કે મારાં લગ્ન ને પંદર વર્ષ થયા છે. અને મારે ત્રણ બાળકો છે. પરંતુ મારે મારા પતિ સાથે ઘરના કામકાજ બાબતે વારંવાર જગડો થયાજ કરે છે. આથી હું મારાં પતિ સાથે છુટા છેડા લેવા માંગુ છું.
ત્યારબાદ 181 ટીમે પીડિતા બેનના પતિ સાથે વાતચીત કરી. વાતચીત કરતા તેને જણાવ્યુ કે હું મારી પત્ની સાથે રહેવા માંગુ છું. પરંતુ તે મારું કેહવું માનતી નથી. આને લીધે આમરી વચ્ચે જગડાઓ થયા કરે છે. અને હું ક્યારેક હાથ પણ ઉપાડું છું. આથી પીડિતાના પતિને સમજાવ્યા કે પત્ની પર હાથ ઉપડવો એ ધરેલું હિંસા કહેવાય અને કાનૂની અપરાધ છે. આ ઉપરાંત તેને સમજાવ્યા કે કોઈ પણ વાત નું સમાધાન વાતચીત થી થઈ શકે છે. ત્યારબાદ પીડિતા બહેન અને તેના પતિનું કાઉન્સિલિંગ કરી તેમના બાળકોના ભવિષ્ય વિશે વિચાર કરવા સમજણ અપાઈ અને અંતમાં તેઓ બન્ને વચ્ચે સમાધાનકારી નિરાકરણ લાવવામાં સફળતા મળેલ અને પીડિતા બહેન તેના સાસરિયામાં રહેવા તૈયાર થયા.
આમ,કુશળ કાઉન્સેલિંગ અને સમજાવટ દ્વારા સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવી લગ્ન જીવન તૂટતાં બચાવવામાં સફળતા મળેલ.