આસો મહિનામાં માતાજીના નવલા નોરતાના આવતા હોય છે ત્યાં કચ્છ માં આવેલા આશાપુરા માતાના મઢ ચાલીને જતા પદયાત્રીઓ માટે મોરબી ના ટીંબડી ના ગામના મનીષભાઈ દેવમુરારી ની ટીમ દ્વારા માતાના મઢ ચાલીને જતા પદયાત્રીઓ ની સેવા માં સતત ૧૩ વર્ષથી ખડેપગે સેવા આપી રહ્યા છે
જેમાં તેમની ટીમ દ્વારા હરતા ફરતા સેવા કેમ્પમાં સફરજન, માજા,થમસપ,લીંબુ સરબત,ફરસાણ,તેમજ મેડિકલ સહિતની સેવા પણ પદયાત્રીઓ ને આપી રહ્યા છે જેમાં મનીષભાઈ દેવમુરારી,રમેશભાઈ રૈયાણી,મહેન્દ્રસિંહ જાડેજા,પિયુષ ભાઈ દેવમુરારી,કાનાભા ગઢવી,જયદીપ ચાવડા, ભરતદાસ બાપુ (મહંત નારિચાણીયા હનુમાનજી મંદિર મોટા રામપર) રમેશભાઈ,કિશોર ભાઈ પટેલ, આકાશ પંડ્યા,હિરેન,નિખિલ સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે