મૂળ મોરબીના ગાળા ગામના વતની અને હાલ ઉમા ટાઉનશીપ નીવાસી પિયુષભાઈ બોપલીયાનો જન્મ 26 સપ્ટેમ્બર, 1992માં થયો હતો. તેઓએ ધો. 12 વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ પૂર્ણ કરી 2011મા સિવીલ ઈન્જિનિયરીંગના અભ્યાસ માટે રાજકોટ ગયા હતા. પણ દેશ માટે કઈ ખાસ કરવાના ઉદ્દેશથી તેઓ 2012મા ભારતીય સેનામા જોડાયા અને 2017 સુધીના 5 વર્ષના સમયગાળા દરમિયાન હૈદરાબાદ તથા જમ્મુ કાશ્મીર જેવા રાજ્યમા પોતાની સેવા આપી ચુક્યા છે.
મોરબીમા તેમને લોકોને પડી રહેલી લોહીની સમસ્યાના સમાધાન માટે તેમણે હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેટના ધ્યેય સાથે “યુવા આર્મી ગ્રુપ”ની સ્થાપના કરી કે જેની સેવાનો લાભ અત્યારે મોરબી ના લોકોને મળી રહ્યો છે. તેમજ યુવા આર્મી ગ્રુપ મોરબી મા કોઈપણ બ્લડગ્રુપના બ્લડની ઈમરજન્સી જરુરીયાતને અમુક મિનીટોમાં પુરી કરવા સક્ષમ છે. અત્યાર સુધીના સમયગાળામાં ગ્રુપ દ્વારા 1500 થી પણ વધારે લોકોને બ્લડ ડોનેટ કરી સ્વસ્થ જીવન આપી ચુક્યા છે.
તેમજ કોરાના અંતર્ગત સમ્રગ લોકડાઉન દરમિયાન પણ યુવા આર્મી ગ્રુપ, મોરબી દ્વારા 100 બોટલ બ્લડ સરકાર હોસ્પિટલમાં જરુરીયાત સમયે પુરી પાડવામાં આવી હતી તથા “ભુખ્યા સુધી ભોજન” તથા “રક્ષકોની રક્ષા” જેવા મિશન થકી સેવાકાર્ય મા મોખરે રહ્યુ હતુ
તેઓ અન્ય સામાજીક સેવા કરતી સંસ્થા તથા લોકોને મદદરૂપ થવા હંમેશા આગળ પડતા હોય છે. સરસ વ્યક્તિત્વ અને શાંત સ્વભાવના તથા આદર્શ વ્યક્તિત્વ ધરાવતા પિયુષભાઈને તમામ સેવાભાવી લોકો તથા સામાજિક સેવાકાર્ય કરતી સંસ્થાઓ આજ રોજ પીયૂષભાઈને 30 વર્ષ પૂર્ણ કરી 31 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને તેમના દીર્ઘ આયુષ્ય માટે તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ ધોધ વરસાવી રહ્યા છે.