સૌરાષ્ટ્ર યુનિ. માં તાજેતરમાં જાહેર થયેલ B.B.A. Sem-2 ના રિઝલ્ટમાં સમગ્ર મોરબી જિલ્લાના ટોપ 3માં Elite B.B.A. College ના વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરી ને અદકેરી સફળતા મેળવી છે. આ પરિણામમાં પ્રથમ સ્થાને વિડજા વિશ્વા 84.25%, દ્વિતીય સ્થાને અમૃતિયા હેત્વી 84.12%અને તૃતીય સ્થાને કવાડિયા મિત 82.63%આવેલ છે. જેઓએ મેળવેલ સફળતાં એ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. Elite B.B A. College કે જે આવા ઉત્તમ રિઝલ્ટ આપીને ખરા અર્થમાં મેનેજમેન્ટનાં વિદ્યાર્થીઓ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની ગઈ છે.
આવી ઉત્તમ સફળતાં મેળવવા બદલ સંસ્થાના પ્રેસિડેન્ટ એસ. ડી. કલોલાએ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને પ્રોત્સાહિત કર્યો હતા અને સ્ટાફ ને બિરદાવ્યા હતા, તેમજ પ્રિન્સીપાલ મિત્તલ મેનપરા મેડમે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.