મોરબી : હડમતીયા ગામમાં આવેલ શ્રીપાલણપીરની જગ્યાનો યાત્રાધામ વિકાસમાં સમાવવા રજુઆત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં હડમતીયા ગામે સમગ્ર ગુજરાત રાજયનાં સમસ્ત અનુસૂચિત જાતિની ધાર્મીક આસ્થાનુ પ્રતિક એવા શ્રીપાલણપીર ની સમાધી સ્થાન મંદીર આવેલુ છે. જયાં મોટી સંખ્યામાં દુર-દુરથી લોકો દર્શનાર્થે પધારતા હોય છે દર વર્ષે ભાદરવા વદ નોમ,દસમ અને અગીયારસનો ત્રણ દિવસીય સુપ્રસિધ્ધ મેળો પણ આ જગ્યા ઉપર ભરાય છે

જે ત્રીદિવસીય મેળામાં લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય ધાર્મીક સ્થાનનો વિકાસ કરવો ખુબ જરૂરી હોય તેમજ લોક લાગણી હોય અદરવું હળમતીયા મુકામે આવેલ શ્રીપાલણપીર જગ્યાને પવિત્ર યાત્રાધામ વિકાસની ગ્રાન્ટમાં સમાવેશ કરી ધાર્મીક જગ્યાનો વિકાસ કરવા અરવિંદભાઇ રૈયાણી મંત્રી (વાહન વ્યવહાર,નાગરીક ઉડયન, પ્રવાસ અને યાત્રાધામ વિકાસ) ને કમળાબેન અશોકભાઇ ચાવડા જિલ્લા પંચાયત -મોરબી સદસ્ય દ્વારા સભર નમ્ર રજૂઆત કરવામાં આવેલ છે.