વાંકાનેરમાં જે.બી.પેટ્રોલિયમ દ્વારા 500 બાળાઓને ચણીયા ચોલી અર્પણ

શાળા એટલે શિક્ષણની સાથે સંસ્કાર અને સામાજિકતા કેળવવાનું કેન્દ્રબિંદુ .સામાજિકતા અને સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ તહેવારોની ઉજવણી શાળા કક્ષાએ કરવાની થાય ત્યારે સહજ દીકરીઓ માટે ચણીયાચોલીની જરૂરીયાત ઉભી થતી હોય છે ત્યારે વાંકાનેર તાલુકાના પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.બી.દવે અને વાંકાનેર તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અશોકભાઈ સતાસીયાના પ્રયત્નથી વાંકાનેર તાલુકાની 37 શાળાની 500 બાળાઓ માટે સુંદર મજાની ટ્રેડિશનલ રીતે તૈયાર કરી ચણિયાચોલી જે.બી.પેટ્રોલિયમ તરફથી અર્પણ કરવામા આવેલ છે

સાડત્રીસ શાળાઓની સાથે સાથે વાંકાનેરના કસ્તુરબા બાલિકા વિદ્યાલય KGBV ની બાળાઓને પણ ચણીયા ચોલી અર્પણ કરવામાં આવેલ છે, બાળાઓને ગરબે ઘુમવા માટેની મન પસંદ વસ્તુ પ્રાપ્ત થતા ખુશીથી ઝુમી ઉઠી હતી,અને તમામ બળાઓના મુખ પર હાસ્ય રેલાઈ ગયું હતું.આ તકે બાળાઓ વતી તમામ શાળાના આચાર્યોએ જે.બી.પેટ્રોલિયમનો આભાર પ્રકટ કર્યો હતો.