મોરબી : ૨૦૧૦ ઉમેદવારોને રોજગારપત્રો એનાયત કરાયા

સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા કક્ષાનો રોજગારપત્ર અને એપ્રેન્ટીસ પત્ર એનાયત કાર્યક્રમ યોજાયો

          મોરબી જિલ્લા કક્ષાનો રોજગાર પત્ર અને એપ્રેન્ટીસ પત્ર એનાયત કાર્યક્રમ સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.ધી વી.સી.ટેક્નિકલ હાઈસ્કુલ,મોરબી ખાતે તા.૨૬-૦૯-૨૦૨૨ ના રોજ યોજાયેલ કાર્યક્રમમાં એપ્રિલ-૨૦૨૨ થી ઓગષ્ટ-૨૦૨૨ દરમિયાન રોજગાર કચેરી દ્વારા યોજાયેલ ભરતીમેળા દ્વારા થયેલ પ્લેસમેન્ટ, એપ્રેન્ટીસશીપ યોજનાના પ્લેસમેન્ટ, કોલેજમાં થયેલ ભરતી મેળા તેમજ અન્ય માધ્યમના પ્લેસમેન્ટ મળી કુલ ૨૦૧૦ ઉમેદવારોને રોજગારપત્રો તેમજ એપ્રેન્ટીસ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

        રોજગાર કચેરીઓ દ્વારા યુવાનોને રોજગારી આપવા બાબતે ગુજરાતે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરેલ છે. રાજયમાં છેલ્લા પ વર્ષમાં એટલે કે વર્ષ-૨૦૧૭-૨૦૧૮ થી ૨૦૨૧-૨ર દરમ્યાન ગુજરાતમાં ૧પ,૭૭,૦૬૮ યુવાનોને રોજગારી આપવામાં આવેલ છે. તે પૈકી ૬૪૦૭ ભરતીમેળાના આયોજન થકી ૮,૭૦,ર૬ર યુવાનોને રોજગારી આપવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન રોજગાર કચેરીઓ દ્વારા ૧,૨૯,૦૩૬ યુવાનોને રોજગારી આપવામાં આવેલ છે. તે પૈકી ૮૪,૬૫૪ યુવાનોને ૯૩૦ ભરતીમેળાના આયોજન થકી રોજગારી આપવામાં આવેલ છે..

        આ રોજગાર/એપ્રેન્ટીસ પત્ર વિતરણ કાર્યક્રમમાં સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયા, જિલ્લા વિકાસ અધિકારી પી.જે.ભગદેવ, નિવાસી અધિક કલેક્ટર એન.કે.મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ રમાબેન ચાવડા, અગ્રણી અરવિંદભાઈ વાંસદડિયા સહિતના અધિકારીઓ,પદાધિકારીઓ તેમજ નોકરી મેળવેલ ૪૨૩ લાભાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી સ્ટેજ પરથી પ્રતિકાત્મક સ્વરૂપે ૨૫ ઉમેદવારોને મહાનુભાવોના વરદ હસ્તે રોજગાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.