મોરબી-માળીયા(મી)ના રૂ.૧૯.૩૦કરોડના ગ્રામ્ય માર્ગો મંજુર કરાવતા રાજય કક્ષાના મંત્રી બ્રિજેશ મેરજા

મોરબી-માળીયા(મી)ના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજયકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજાએ પોતાના મત વિસ્તાર માટે જુદાજુદા રસ્તાઓની જરૂરીયાતો સંદર્ભે કરેલ સર્વેક્ષણ અન્વયે ખાસ જરૂરીયાત જણાતા રસ્તાઓ માટે માર્ગ અને મકાન વિભાગની ક્ષેત્રીય કચેરીથી માંડીને માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઈજનેર સાથે સતત પરામર્શ કરી દરખાસ્ત કરેલી.જેને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ૧૩ રસ્તાઓ રૂ.૧૯.૩૦ કરોડના ખર્ચે મંજુર કરાવવામાં સફળતા મળી છે.

આમ મોરબી માળીયા(મીં) તાલુકાના 1)નેશનલ હાઈવેથી સાદુળકા રોડ(લીંબડી વાળો રસ્તો),2)મોરબી જેતપર (પિપળી) સ્ટેટ હાઈવેથી મોરબી હળવદ સ્ટેટ હાઈવેને જોડતો રસ્તો,3) નેશનલ હાઈવેથી પીલુડી રોડ,4)નેશનલ હાઈવેથી મધુપુર એપ્રોચ રોડ,5) ભક્તિનગરથી કેનાલ રોડ,6)રંગપરથી શનાળા(ત) રોડ,7)વવાણીયા બાયપાસ રોડ (ચમનપર ચોકડીથી વર્ષામેડી ચોકડી રોડ),8)ચમનપર જોઈનીંગ ટૂં વવાણીયા-બગસરા રોડ,9)મોટા દહિંસરાથી ખીરસરા(સ્ટેટ હાઈવે સુધી) રોડ,10) મોટા દહિંસરના વિવેકાનંદ રેલ્વે ફાટકથી બુધિયાસરી મેલડી માતાજીના મંદિર સુધીનો રસ્તો,11) કુંભારીયા ગામે કેનાલથી શીતળા માતાના મંદીર સુધીનો રસ્તો,12)ખીકીયાળીથી ઘોડા(ધ્રોઈ) ડેમ સુધીનો રસ્તો,13), એસએચ(વિરપર) થી નવયુગ સંકુલ રોડ સુધીનો રસ્તો ખાસ કિસ્સામાં મંજુર કરાવેલ છે. જે મંજુરી અંગેની જાણ ગુજરાત સરકારના રાજયકક્ષાના માર્ગ અને મકાન મંત્રી જગદીશભાઈ પંચાલે મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજયકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજાને કરી છે.

આમ મોરબી-માળીયા(મીં) વિસ્તાર માટે વધુ રૂ.૧૯.૩૦ કરોડના રસ્તાઓ મંજુર કરાવવામાં બ્રિજેશ મેરજાને સફળતા મળી છે. આ બાબત એની પ્રતિતિ કરાવે છે કે ગુજરાત સરકારમાં રાજયકક્ષાના મંત્રી તરીકે આખા રાજયનુ કામ સંભાળતા બ્રિજેશ મેરજાને પોતાના મત વિસ્તારના વિકાસની એટલીજ કાળજી લે છે અને આવા રસ્તાના કામ સિવાય સિંચાઈ,વિજળી,ઉધોગ,પાણી પુરવઠા સહિત મોરબી શહેરના અનેક કામો માટે સતત જહેમત ઉઠાવતા રહે છે.