મોરબી તાલુકાના ગામોના ખેડૂતોની માંગણી મુજબ વર્ષ ૨૦૨૨-૨૩ માં રવી પાક માટે મચ્છુ-૨ માંથી પાણી છોડવા માટે પરેશભાઈ રૂપાલા નાનીવાવડી તાલુકા પંચાયત સંદસ્ય, ભુપતભાઇ સવસેટા ખાખરાળા તાલુકા પંચાયતના સંદસ્ય, ગૌતમ મોરડીયા ગોરખીજડીયા ગામના સરપંચ, આશ્વીનભાઈ પડસુંડીયા નાનીવાવડી ગામના સરપંચ, પ્રવિણભાઈ પડસુંડીયા મોરબી તાલુકા ભાજપ અગ્રણી, નાગદાનભાઈ ખાખરાળા ગામના સરપંચ, અમિતભાઇ બોખાણી નારણકા ગામના સરપંચ, રસીકભાઇ ગામી, નારણભાઈ મેરજા, ગણેશભાઈ નાની વાવડી સહીતના આગેવાનો દ્વારા તંત્રને રજૂઆત કરી હતી તેમજ કેનાલ વહેલી તકે સાફ સફાઈ કરવા અને સમયસર પાણી છોડવા માટે તંત્રને રજૂઆત કરી હતી




