મોરબી જિલ્લાના ટુ વ્હીલર વાહનોના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

અરજદારે www.parivahan.gov.in પર તા૧૬ ઓક્ટોબર સુધીમાં અરજી કરવી

મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AG સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી ટેન્ડર પ્રક્રિયા તા.૦૭/૧૦/૨૦૨૨ થી શરૂ થનાર છે. તા.૦૭/૧૦/૨૦૨૨ થી તા.૧૬/૧૦/૨૦૨૨ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે.

તા.૧૮/૧૦/૨૦૨૨ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા.૧૮/૧૦/૨૦૨૨ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) મા એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.