ટંકારામા બોગસ દસ્તાવેજ તેમજ પ્રોહીબીશનના ગુનામાં નામદાર ડીસ્ટ્રીક કોર્ટ માંથી આરોપીના આગોતરા જામીન મંજુર

થોડાક દિવસો પહેલા ટંકારા તાલ ુકા પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નં.૦૫૪૦ ૨૦૨૨ આઈ.પી.સી.ની કલમ ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ તથા પ્રોહી.એકટ ની કલમ ૬૫(અ),૬૫(સી), ૧૧૬(બી) મુજબ આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ થયેલ જે ગુના અનુસંધાને આરોપીઓ પૈકી શકતિસિંહ દીલીપીંહ ઝાલા દ્વારા નામદાર ડીસ્ટ્રીક કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવેલ

જે અન્વયે આરોપીના વકીલ જયદીપ.બી.પાંચોટીયા અને ગીરીશ.બી.અંબાણી ની ધારદાર અને કાયદાકીય રજુઆત ને ધ્યાનમાં લઈ આરોપીને તા.૨૮–૯–૨૦૨૨ ના રોજ આગોતરા જામીન મંજુર કરતો હુકમ કરવામાં આવેલ .

આરોપી તરફે મોરબીના યુવા ધારાશાસ્ત્રી જે.બી.પાંચોટીયાઅને ગીરીશ.બી.અંબાણી વકીલ તરીકે રોકાયલ હતા.