રાજ્યમંત્રીએ મોરબીના વિવિધ નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહી માં અંબાના આશીર્વાદ લીધા

ઠેર ઠેર મંત્રી બ્રિજેશભાઇ મેરજાનું સ્વાગત-સન્માન કરાયું

નવરાત્રિના પર્વ નિમિત્તે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો, ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા ગત બુધવારે “મા નવરાત્રી” મહોત્સવ, “શક્તિધામ નવરાત્રી” મહોત્સવ, “ઉમિયા નવરાત્રી” મહોત્સવ, “સંકલ્પ નવરાત્રી” મહોત્સવ અને “પાટીદાર નવરાત્રી” મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીની સુપ્રસિદ્ધ ઉમિયા નવરાત્રી મહોત્સવની મુલાકાત વેળાએ મંત્રી દ્વારા માતાજીની આરતી અને પૂજન કરવામાં આવ્યું હતું આ વેળાએ આયોજક અને અગ્રણી અનીલભાઇ વરમોરાના હસ્તે મંત્રીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

મંત્રીએ આ ઉપરાંત સંકલ્પ નવરાત્રી મહોત્સવની પણ મુલાકાત લીધી હતી. જેના આયોજક યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઇ રબારી સ્વાગત સન્માન કર્યું હતું. આ વેળાએ શૈલેષભાઇ રાવલ, શશાંક દંગી, દુર્લભજીભાઇ દેથરીયા, હિરાભાઇ ટમારીયા, અરવિંદભાઇ વાંસદડીયા, જિગ્નેશભાઇ કૈલા વગેરે જોડાયા હતા.

પાટીદાર નવરાત્રી મહોત્સવની મુલાકાત વેળાએ મંત્રીનું આયોજક અજયભાઇ લોરિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે માં નવરાત્રી મહોત્સવના આયોજનમાં સહભાગી થતા મંત્રી બ્રિજેશભાઇ મેરજાનું નગરપાલિકાના ઉપપ્રમુખ અને આયોજક જયરાજસિંહ જાડેજાના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ સુરેશભાઇ સીરોયા, મનુભાઇ બરાસરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.