મોરબી : ઇન્સ્સોરન્સ કંપની પાસેથી વ્યાજ સહીત 13 લાખ અપાવતું ગ્રાહક સુરક્ષા મંડળ

મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને હળવદ ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ અશ્વિનભાઈ મારવણીયા રૂપિયા તેર લાખ છસો નવ નો ચેક અર્પણ કરતા

મોરબીના રહીશ શૈલેષભાઈ મકવાણા નો ડ્રાઈવર ગાડી લઈને વાંકાનેર જતા ટોલનાકા પાસે કુતરૂ આડુ ઉતરતા ગાડી સાઈનબોર્ડ સાથે અથડાતા નુક્સાન થયેલ અને તેનો દાવો ટાટા જનરલ ઇન્સ્સોરન્સ પર મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા કરવામા આવતા ગ્રાહક અદાલતે તા. ૧૧/૦૯/૨૦૨૦ થી ૯ ટકા ના વ્યાજ અને ૫૦૦૦ ના ખર્ચ સાથે રૂપિયા તેર લાખ છસો નવ મંજુર થતા ચેક શૈલેષભાઈ ને આપવામા આવેલ

મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ લાલજીભાઈ મહેતા અપીલ કરે છે કે કોઈપણ ગ્રાહક સાથે અન્યાય થાય તો તેમને સંપર્ક કરે. મો.નં. – ૯૮૨૫૭ ૯૦૪૧૨