ભાયુ ભાગની મિલકતના પ્રશ્ન વાંધા બાબતે થયેલ મારા મારી અંગેની ફરિયાદના આરોપીઓનો નિર્દોષ છૂટકારો

ગત તા.૧૯-૦૬-૨૦૧૫ ના રોજ ફરિયાદી મંજુબેન હીરાભાઈ કુમખાણીયા સવારના ૦૭:૦૦ વાગ્યે ઘરેથી સરકારી મંડળીએ દૂધ ભરવા ગયેલ ત્યાંથી પાછા ઘરે પરત આવતા હતા ત્યારે આરોપી કાના નાગજી ના ઘર પાસેથી ફરિયાદી પસાર થતા આરોપીઓ કાના નાગજી તથા અશોક કાના ફરિયાદી ને જોઈ ગાળો બોલવા લાગેલ ફરીયાદીએ ગાળો દેવાની ના પાડતા આરોપી કાના નાગજી ઉશ્કેરાઈ જઈ ઘરમાંથી ધારિયું લઇ ફરીયાદી મંજુબેન ને જમણા હાથમાં ખંભાના ભાગે ઊંધું ધારિયું મારી દીધેલ તથા આરોપી અશોક એ લાકડી લઈ આવી ફરિયાદી ને વાસામા પગના ભાગે બે ત્રણ ઘા મારી દેતા ફરીયાદીને ઇજાઓ થયેલ

જે બાબતની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જે કામે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ- ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૧૧૪ તથા જી.પી. એક્ટ ની કલમ -૩૭(૧), ૧૩૫ નો ગુન્હો નોંધાયેલ જે બાબતનો કેસ વાંકાનેરના નામદાર જ્યુડીશ્યલ મેજી. ફર્સ્ટ ક્લાસ એસ.કે.પટેલ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીના વકિલ આદિલ એ. માથકિયાએ ધારદાર દલીલ કરેલ તેમજ આરોપી વિરૂદ્ધ પૂરતા પુરાવાના અભાવે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે.

આ કામે આરોપિ વતી મુસ્કાન એસોસિએટસ ના યુવા એડવોકેટ શિરાકમુદીન એમ શેરસિયા(ગઢવાળા) તથા આદિલ એ.માથકીયા રોકાયેલ હતા.