મોરબી રણછોડનગર વિસ્તારમાં આંતરિક રસ્તાઓ તથા ભૂગર્ભગટર અને સફાઈ કરવા રજુઆત

મોરબી જીલ્લા માં મોરબી નગરપાલિકા માં રણછોડનગર નામે વિસ્તાર આવેલો છે. આ વિસ્તાર બન્યો તેને ૩૦ વર્ષ કરતા પણ વધારે સમય થઇ ગયેલ છે. આ વિસ્તારના લોકો નગર પાલિકા માં મતદાન કરે છે. અને ટેક્ષ પણ ભરે છે.

પરંતુ આ વિસ્તાર ને પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું છે. આ વિસ્તાર માં પીવાનું પાણી ખુબજ અનિયમિત આવે છે. સફાઈ ની તો કોઈ વાતજ નથી, કારણ કે અહી આંતરીક રોડ જ નથી બનાવેલા. ભૂગર્ભ ગટર ની સ્થિતિ પણ એથી એ પણ ખરાબ છે. સ્ટ્રીટ લાઈટો પણ ચાલતી નથી અમુક જગ્યાએ તો છે પણ નહિ જેથી આ વિસ્તાર ના લોકો સ્થિતિ જાણે કે નર્ક માં રહેતા હોય તેવી છે.

સ્થાનિક કાઉન્સીલરો ને તો પોતાનું તરભાણું ભરાય તેમાંજ રસ છે. ચાલુ ધારાસભ્ય અને રાજ્ય ના મંત્રી ને પણ આ વિસ્તાર દેખાતો નથી તો માજી ધારાસભ્ય પણ આ બાબતે કોઈ વાત કરતા નથી. સ્થાનિક રહેવાસીઓ માં મજુરો, નાના નોકરીયાતો, રિક્ષાવાળા કે લારી ગલ્લા વાળા કે સામાંન્ય લોકો જ છે. જેથી આ લોકો પ્રત્યે બધાનું ઓરમાયું વર્તન રહેલું છે.

કાન્તિલાલ ડી. બાવરવા (જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન) દ્વારા મુખ્યમંત્રી માંગણી કરી છે આ વિસ્તાર ને અગ્રતા ના ધોરણે રોડ રસ્તા અને ભૂગર્ભ ગટર ની વ્યવસ્થા પૂરી પાડીને સફાઈ દરરોજ થાય તેવું કરવા જરૂરી આદેશો આપવા રજુઆત કરાઈ

જો આવું કરવામાં નહિ આવે તો આ વિસ્તાર ના લોકોને ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો નો માર્ગ લેવો પડશે તો આ બાબતે વહેલા સર યોગ્ય કરવા રજુઆત કરવામાં આવે છે