સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ચોથા નોરતે RSSના અગ્રણીઓએ આરતીનો લાભ લીધો

RSSના અગ્રણી ડો જયંતિભાઈ ભાડેશિયા સહિતનાએ હાજરી આપી યંગ ઇન્ડિયા ગ્રુપની સામાજિક તેમજ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી

મોરબી : મોરબીમાં શહીદ ભગતસિંહના ક્રાંતિકારી વિચારોથી રંગાઈને સામાજિક કાર્યો થકી દેશભાવનાને સતત ઉજાગર કરવા માટે સક્રિય રહેતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમા ગઈકાલે ચોથા નોરતે આરએસએસના અગ્રણી ડો જયંતિભાઈ ભાડેશિયા સહિતનાએ હાજરી આપી યંગ ઇન્ડિયા ગ્રુપની સામાજિક તેમજ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. તેમજ આરએસએસના અગ્રણીઓએ આરતીનો લાભ લીધો હતો.

તમામ સમાજની મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી સાથે છેલ્લા 14 વર્ષથી માતાજીની ભક્તિની સાથે દેશભક્તિ પણ જગાવતા અર્વાચીન રાસોત્સવનું આયોજન કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આ વખતે નવી જગ્યા લીલાપર- કેનાલ રોડ પર આવેલ કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. હાલ દરરોજ નવરાત્રીની દરેક રઢિયાળી રાત્રે આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને મુંબઈ, બરોડા અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો કર્ણપ્રીય સુર અને સંગીતના સથવારે મોટી સંખ્યા ખેલૈયાઓ પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. દરરોજ રાત પડેને દિવસ ઉગે તો યુવાનો માટે માહોલ સર્જાય છે.

આધુનિક મ્યુઝિક સિસ્ટમ અને નામાંકિત કલાકારોના ગીત સંગીતના કર્ણપ્રિય તાલે મોટી સંખ્યા યુવક યુવતીઓ રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરી રહ્યા છે. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી અને શશાંકભાઈ દંગીએ જણાવ્યું હતી કે ગઈકાલે રાત્રે આરઆરએસના પશ્ચિમ વિભાગના સર સંઘચાલક ડો જયંતિભાઈ ભાડેશિયા, આર એસ એસ સંચાલિત શિશુમંદિર મોરબીના મુખ્ય વ્યવસ્થાપક.જયતિભાઈ રાજકોટિયા, ઇન્ડિયન મેડિકલ એસો. પ્રમુખ ડો. વિજયભાઈ ગઢિયા, શીશુમંદિર. મોરબીના માધ્યમિક વિભાગના વ્યવસ્થાપક ડો. લતાબહેન ગઢિયા, ગુજરાત ગેસ ઝોનલ ઓફિસર કમલેશભાઈ કંટારિયા તથા અતુલભાઈ જોષી પમુખ પત્રકાર એશોસીયન સહિતના અગ્રણીઓએ હાજરી આપી માતાજી તેમજ ભારતમાતાની આરતીનો શ્રધ્ધાભેર લાભ લીધો હતો.