મોરબીના માનવ અઘારાની અન્ડર ૧૯ માંકડ ટ્રોફી માટે પસંદગી

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોની સ્ટેટ ટીમ તરફથી રમવા જશે મોરબી ડીસ્ટ્રીકટ એસોના માનવ અઘારાની અન્ડર ૧૯ વિનોદ માંકડ ટ્રોફી રમવા માટે પસંદગી કરાઈ છે જે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોની સ્ટેટ ટીમ તરફથી રમવા માટે જશે તાજેતરમાં માનવ અઘારા અન્ડર ૧૯ ની સૌરાષ્ટ્ર ટીમમાં સિલેક્ટ થયો છે અને સૌરાષ્ટ્ર ટીમ વિનોદ માંકડ ટ્રોફીની એક દિવસીય ટુર્નામેન્ટમાં બીસીઆઈઆઈની છે જેમાં ભાગ લેવા કલકત્તા જશે

માનવ અઘારા મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોનો અન્ડર ૧૯ ટીમનો વિકેટ કીપર અને બેટ્સમેન છે હાલમાં તે સૌરાષ્ટ્રની ટીમ સાથે જોઈન થયો છે અને સૌરાષ્ટ્રની ટીમના ખેલાડીઓ ટુર્નામેન્ટ માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે માનવ અઘારા અંગે એક્સેલ સ્પોર્ટ્સ એકેડેમીના કોચ અને મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના હેડ કોચ નિશાંત જાનીએ જણાવ્યું હતું કે આ વર્ષે માનવ જી૧ ટુર્નામેન્ટમાં પણ સૌરાષ્ટ્ર તરફથી રમ્યો હતો અને હવે વિનોદ માંકડ ટ્રોફી જેનું બીસીસીઆઈ આયોજન કરે છે તેમાં રમવા માટે જવાનો છે

માનવ એક નેચરલ બેટ્સમેન અને ખુબ સારો વિકેટ કીપર છે છેલ્લા ઘણા સમયથી માનવ ૮ થી ૧૦ કલાક પ્રેક્ટીસ કરી રહ્યો છે ભારતની ક્રિકેટ ટીમમાં રમવા માંગતા ખેલાડીને ખુબ જ પ્રેક્ટીસ અને સમર્પણની ભાવના હોવી જોઈએ સાથે જ પરિવારનો સહયોગ પણ જરૂરી હોય છે કોઈ પણ તહેવાર કે મોજ મસ્તીને ૧૦ વર્ષ માટે ભૂલી જવી પડે છે તો જ ક્રિકેટ ક્ષેત્રમાં કરિયર બનાવી સકાય છે

કોચ નિશાંત જાની જણાવે છે કે ક્રિકેટમાં ખેલાડીઓ પુરતી મહેનત નથી કરતા અને બહાના બનાવતા રહે છે જેને સાઈડ પર મુકીને તનતોડ મહેનત કરીને માત્ર ક્રિકેટ પર ધ્યાન આપીએ તો ૧૦ વર્ષે પરિણામ મેળવી સકાય મોરબી ડીસ્ટ્રીકટ એસોના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાએ ખેલાડીને શુભકામનાઓ પાઠવી છે