મોરબીના પાટીદાર શિક્ષક સમાજ દ્વારા દશેરાના પર્વે ચતુર્વિધ કાર્યક્રમ યોજાશે

સ્નેહમિલન,રાસોત્સવ મોટિવેશન અને તેજસ્વીતા સન્માન સમારોહનું દેદીપ્યમાન આયોજન

મોરબી તાલુકામાં સારસ્વત શિક્ષક તરીકે ફરજ બજાવતા કડવા-લેવા પરિવારના બંધુ-ભગીનીઓનું ગ્રૂપ શ્રી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સમાજમાં એકતા અને એકજુટતા આવે હું નહિ પણ આપણે ની ભાવના ઉજાગર થાય એ માટે સ્નેહમિલન,રાસોત્સવ, મોટિવેશન અને તેજસ્વીતા સન્માન સમારોહ નું અદકેરું દેદીપ્યમાન આયોજન દશેરાના સપરમાં દિવસે પાટીદાર નવરાત્રી મહોત્સવ,રામેશ્વર પાર્ટી પ્લોટ રવાપર ઘુનડા રોડ,મોરબી ખાતે તા.05.10.2022 ના રોજ સાંજે 4.30 વાગ્યાથી પાટીદાર સમાજની રાજકીય, સામાંજીક અને શૈક્ષણિક સંગઠનની હસ્તીઓની ઉપસ્થિતમાં યોજાશે

જેમાં તેજસ્વી તારલાઓને, તાજેતરમાં નિવૃત થયેલ શિક્ષકો તેમજ જિલ્લા અને રાજ્યકક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ પાટીદાર કર્મવિરોનું સન્માન કરવામાં આવશે અને રાશોત્સવનું પણ આયોજન કરવામાં આવેલ છે એમ સંદીપભાઈ આદ્રોજા અને દિનેશભાઈ વડસોલાની યાદીમાં જણાવવામાં આવે છે.