મોરબી : રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં ૨૨૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો

ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રભક્તિને નવા આયામ સાથે વ્યક્ત કરવા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા નું આયોજન કરવામાં આવે છે. જે પ્રથમ શાખા સ્તરે અને ત્યારબાદ પ્રાંત સ્તરે યોજવામાં આવે છે. મોરબી શાખામાં વિજેતા થયેલ નવયુગ સંકુલની ટીમ એ તા. ૦૨-૧૦-૨૦૨૨, રવિવારનાં રોજ આત્મીય કોલેજ-રાજકોટ ખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં મોરબીનું પ્રતિનીધીત્વ કરેલ. અલગ-અલગ શાખાઓમાંથી ટોટલ ૨૦ જેટલી ટીમ અને અંદાજે ૨૨૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.

જેમાં નવયુગ સંકુલની ટીમએ દ્વિતીય સ્થાને વિજેતા થઈને મોરબીને ગૌરવ અપાવ્યું છે. ભારત વિકાસ પરિષદ-મોરબી શાખાનાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનાં સંયોજક-ધ્રુમિલભાઈ આડેસરા, સહસંયોજક-હિંમતભાઈ મારવણીયા તેમજ સંગઠન મંત્રી-દિલીપભાઈ પરમાર એ સ્પર્ધામાં હાજર રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. નવયુગ સંકુલની ટીમનાં સંગીત શિક્ષક તુષારભાઈ પૈજાએ બાળકોને સ્પર્ધા માટે તૈયાર કરવા માટે ભારે જહેમત ઉઠાવેલી.