આલે…લે…હવે શૌચાલયમાં જવું હોય તો પણ જીવના જોખમે ? જાહેર શૌચાલય પાસે ગંદકી ના ગંજ

સફાઈ કામદારોનો પ્રશ્ન નિરાકરણ કરવામાં નગરપાલિકા નિષ્ફળ – ૬ થી વધુ મહિના થી સફાઈ કામદારના પ્રશ્નને કારણે હળદવાસીઓ પરેશાન

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ નગરપાલિકા તંત્ર હળવદવાસીઓને સુવિધા આપવામાં જાણે નિષ્ફળ નિવડ્યું હોય તેવી ચર્ચાઓ એ હળવદમાં જોર પકડ્યું છે જો વાત કરવામાં આવે તો છેલ્લા છ થી વધુ મહિનાઓ થી સફાઈ કામદારોનો પ્રશ્નનું નિરાકરણ ન થતા સફાઈ કામદારો યોગ્ય સફાઈ કામગીરી કરતા ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે અનેક વખત નગરપાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર સાથે બેઠકો કરી પરંતુ જાણે આ બેઠકો માત્ર સમય પસાર કરવા માટે જ હોય તેવું સ્પષ્ટપણે આપણે કહી શકીએ હળવદમાં જાહેર શૌચાલયમાં જવું હોય તો પણ લોકોને પોતાના જીવના જોખમે જવું પડે છે જો વાત કરવામાં આવે તો ધાંગધ્રા દરવાજા બહાર આવેલ જાહેર શૌચાલય પાસે કચરાના મોટા ઢગલાને કારણે મોટા પ્રમાણમાં રખડતા ઢોરો નો ત્યાં જમાવડો થાય છે જેના કારણે લોકો જાહેર શૌચાલયમાં પોતાના જીવના જોખમે જવા મજબૂર બને છે

તેમજ હળવદ શહેરની અંદર સાફ-સફાઈ નો પ્રશ્ન દિન પ્રતિદિન મુશ્કેલ બનતો જઈ રહ્યો છે યોગ્ય સાફ-સફાઈ પણ થતી ન હોવાની ચર્ચાઓ હળવદમાં જાગી છે ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખ દ્વારા સફાઈ કામદારના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ ન થતા આ પ્રશ્ન હજુ પણ સોલ્વ થતો ન હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ ત્યારે નગરપાલિકા તંત્ર સફાઈ કામદારના પ્રશ્નનું નિરાકરણ કરવામાં નિષ્ફળ નિવડી હોય તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે હવે જોવાનું એ રહ્યું કે ગંદકીના કારણે રખડતા ઢોરો નો જમાવડો થાય છે તો કોઈ અકસ્માત થશે તો જવાબદાર કોણ ??