મોરબી પોલીસનું ગૌરવ વિશ્વના 8મા નંબરનો માઉન્ટ મનાસ્લુ પહાડ સર કરી રેકોર્ડ સર્જ્યો

સમગ્ર ગુજરાતમાંથી વિશ્વનો આઠમા નંબરનો પહાડ માઉન્ટ મનાસ્લુના ૭૦૦૦ મીટરની ઉંચાઈ ચઢીને પ્રથમ વખત મોરબી પોલીસના બે નીડર પોલીસ કર્મચારીઓએ માઉન્ટ મનાસ્લુના પર ચઢીને રાષ્ટ્રધ્વજ ફરકાવી રેકોર્ડ સર્જ્યો છે. સમગ્ર ગુજરાત પોલીસમાંથી મોરબી પોલીસના બે કર્મચારીઓએ આ પ્રથમ વખત રેકોર્ડ પોતાના નામ કરી શક્યા છે.

ઉલ્લેખનીય છે કે માઉન્ટ મનાસ્લુ પર્વત મોરબી પોલીસના બે જાબાજ કર્મચારી ભુમિકા દુર્લભજીભાઈ ભુત (પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ હેડ ક્વાર્ટર, ચાંચાપર ગામ મોરબી) અને પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા (ગામ કોયલી-પોલીસ કોન્સ્ટેબલ, તાલુકા પોલીસ સ્ટેશન, કોયલી ,મોરબી)એ આ રેકોર્ડ પોતાના નામે કરેલ છે અને સમગ્ર ગુજરાતમાં પોલીસ વિભાગમાં મોરબી પોલીસનું ગૌરવ વધારી નામ રોશન કર્યું છે.