મોરબીના ભરતનગર ગામ પાસે ખનિજ ભરેલા ડંફરે ટ્રેકટરને ટક્કર મારી

રિપોર્ટર  મયંક દેવમુરારી મોરબી :  મોરબી જિલ્લો ખનિજ થી ભરપુર હોય ત્યારે ખનિજ માફીયાઓ માટે જાણે સ્વર્ગ સમાન હોય તેમ યેનકેન પ્રકારે માતેલા સાંઢ ની માફક ખનિજ નું પરિવહન કરી દોડી રહ્યા છે ત્યારે મોરબીના ભરતનગર ગામ પાસે ખેડૂત પરિવાર ટ્રેક્ટર લઈને ખેતરે જઈ રહ્યા હતા તે દરમ્યાન માતેલા સાંઢ માફક ડંફર હાઇવે ઉપર દોડી રહ્યું હતું તે દરમિયાન ખેડૂત ના ટ્રેકટર ને પાછળ ના ભાગે થી ટક્કર મારતા ટ્રેકટર પલ્ટી મારી ગયું હતું સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી

જેમાં ટ્રેકટરમાં બેઠેલા ખેડૂતના પરિવારના ચાર થી પાંચ લોકો ને નાની મોટી ઇજા પોહચી હતી અહી સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું નંબર પ્લેટ વગરની ટ્રક ખનિજ ભરેલો હાઇવે ઉપર દોડી રહ્યો હતો ત્યારે પોલીસ, ખનિજ વિભાગ કે આરટીઓ ના ધ્યાને નઈ આવ્યો હોય ? શું રોયલ્ટી ભરીને આ ડંફર ખનિજ નું પરિવહન કરતો હતો? શું ડંફર માં ઓવર લોડ ખનિજ ભરેલું હતું? હવે જોવાનું રહ્યું કે તંત્ર શું કાર્યવાહી કરશે? આ ખનિજ ભરેલા વાહન વિરૂદ્ધ