વાંકાનેર : ઇશ્વરીયાનેશ ફીડર ખેતીની વીજળી દિવસના સમયમાં આપવા રજુઆત

ઇશ્વરીયાનેશ ફિડરમાં ખેતીની વિજળીનો વારો દિવસના સમયમાં આપવા કાર્યપાલ ઇજનેર વાંકનેર PGVCL રજુઆત કરવામાં આવી છે કારણ કે ખેડૂતોને સૌમની નજીક ફોરેસ્ટની હદ હોવાથી દીપડાની રંજાળ બહુજ હોવાથી ખેડુતને રાત્રીના સમયમાં ખેતર જવાથી દિપડાનો ત્રાસ હોવાથી ખેડુતને જીવનુ જોખમ પુરૂ રહે છે અને ખેડુત રાત્રે ખેતર જતા ડરે છે અને ફોરેસ્ટવાળા એ જે વાળ દિપડાને પુરવા માટે પીંજરૂ મુકેલ હતુ પણ દિપડો હજી પુરાણો નથી અને આ સાથે ફોરેસ્ટ વાળાનુ લેટરપેડ પણ સામેલ છે.

ખેડુતો દ્વારા કહેવામાં આવ્યું કે લાઇટનો વારો દિવસનો કરી આપો તેવી ભારતીય કિશાન સંઘ દ્વારા રજુઆત કાર્યપાલ ઇજનેર વાંકનેર PGVCL કરવામાં આવી