મોરબી જિલ્લામાં હર હંમેશ ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા માટે શહેરના અધિકારીઓને પદાધિકારીઓ પ્રેરક પગલાંઓ લેતા હોય છે ત્યારે આવનારી ક્રિકેટ સીઝન અંગેના આયોજનની વિગતવાર માહિતી મેળવવા માટે મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયાએ ક્રિકેટ ગ્રાઉન્ડનું મુલાકાત લીધી હતી અને એક્સેલ ક્રિકેટ એકેડેમીના ખેલાડીઓ અને મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના મુખ્ય કોચ નિશાંત જાની સાથે બે કલાક સુધી ક્રિકેટના ગ્રાઉન્ડ પર મહત્વની ચર્ચા કરી હતી
ખેલાડીઓએ રમત દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ તેનું માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત મોરબીના ક્રિકેટર વધુમાં વધુ મેચ રમી શકે તેના માટે ગ્રાઉન્ડનું આયોજન કરવા માટેની પણ અગત્યની ચર્ચા કાંતિભાઈ દ્વારા કરવામાં આવી હતી




