પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદ પૂનમ નિમિત્તે રાસ ગરબાનું આયોજન

બ્રહ્મ સમાજ માટે દર વર્ષ ની જેમ આ વખતે પણ પરશુરામ યુવા ગ્રુપ – મોરબીના પ્રમુખ રોહિતભાઈ પંડ્યા, મહામંત્રી ધ્વનિતભાઈ દવે, મહામંત્રી કમલભાઈ દવે તેમજ પરશુરામ યુવા ગ્રુપ – મોરબીના તમામ હોદ્દેદારોશ્રી દ્વારા શરદપૂનમનું આ વર્ષે ભવ્ય થી ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં સમસ્ત બ્રહ્મસમાજ ના ભાઈઓ બહેનોને પધારવા ભાવભર્યું હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે. દવે પંચોલી વિદ્યાર્થી ભુવન, સત્યમ પાન વાળી શેરી, સરદાર બાગ, સનાળા રોડ સામે મોરબી. તારીખ 09/10/2022, સમય રાત્રે 08 : 00 કલાકે