લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો હંગર પ્રોજેક્ટ વિજયાદશમી ના પાવનપર્વ પર કુવિચાર પર સદવિચારોના વિજયપર્વે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા માળિયા ( મી) તાલુકાના રાસંગપર ગામ નજીક આવેલા સંગાથ વૃદ્ધાશ્રમ માં ત્રીસ (૩૦) વડીલોને ચોખા ઘીની બનેલ સુખડી તથા ગાંઠિયા આપવામાં આવેલ સુખડી પૂર્વ ધારાસભ્ય
કાંતિલાલ અમૃતિયા તરફથી અને ગાંઠિયા એ. એસ. સુરાણી તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી
આ પ્રોજક્ટમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રમુખ જીજ્ઞેશભાઈ કાવર, પ્રેસિડન્ટ અમૃતભાઈ સુરાણી તથા પૂર્વ પ્રેસિડેન્ટ અને ખજાનચી ત્રિભોવનભાઈ ફૂલતરિયા અને મહાદેવભાઈ ચિખલિયા હાજર રહેલ તેમ પ્રમુખની યાદીમાં જણાવાયુ છે અને આ પર્વ પર વડીલોના આશીર્વાદ મેળવ્યા અને અમોએ ધન્યતા અનુભવી




