મોરબીની સાધુ વાસવાણી સોસાયટીની ગરબીમાં આરતીનો લ્હાવો લેતા રાજ્યમંત્રી

નવરાત્રી દરમિયાન મોરબીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી શહેરની જુદીજુદી અનેક ગરબીઓની મુલાકાત લઇ સંચાલકોને પ્રોત્સાહિત કર્યા હતા. દશેરાના દિવસે મોરબીના છેવાડાના વિસ્તારમાં આવેલ સીંધી સમાજની વસ્તી ધરાવતા સાધુ વાસવાણીની ગરબીની મુલાકાત લઇ માતાજીની આરતી ઉતારવાનો લ્હાવો લીધો હતો.

આ મુલાકાત વેળાએ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ગરબીમાં ભાગ લેનાર બાળાઓને પ્રોત્સાહિત કરી હતી. સોસાયટીના પ્રમુખશ્રીએ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા તેમજ અર્જુનભાઇ (દુબઇ)નું સન્માન કર્યું હતું. એટલું જ નહીં પરંતુ છેવાડાની આ સાધુ વાસવાણી જેવી નાની સોસાયટીમાં વસાહતીઓને પણ સિમેન્ટ રોડ સહિતની અનેક સુવિધાઓ નગરપાલિકા દ્વારા પુરી પાડવા બદલ આગેવાનોએ આભાર માન્યો હતો. સીંધી સમાજના અગ્રણી અર્જુનભાઇ (દુબઇ) સહિતના સ્થાનિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.