માળીયા : દેવ સોલ્ટ દ્વારા જાજાસર પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટ નું વિતરણ કરાયું

મોરબી માળિયા પાસે આવેલ દેવ શોલ્ટ દ્વારા જાજાસર પ્રા.શાળા માં શૈક્ષણિક કિટ તેમજ મોરબી વન વિભાગ ના સંયુક્ત ઉપક્રમે વન્યપ્રાણી સપ્તાહ કાર્યક્રમ ઉજવ્યો . સદાય સેવાકીય કામો માટે તૈયાર રેહતા દેવ સોલ્ટ પ્રા . લી . દ્વારા માળિયા તાલુકાના દરિયા કાંઠાના અંતરિયાળ ગામ જાજાસરમા ધો . ૧ થી ૮ માં અભ્યાસ કરતાં ૧૦૬ વિધ્યાર્થીઓને શૈક્ષણિક કીટ નું વિતરણ કર્યું .

જાજાસર ગામની શાળાના આચાર્ય દ્વારા મળેલ પત્રમાં જણાવ્યા મુજબ શાળામાં આવતા વિધાર્થીઓ આર્થીક રીતે પછાત હોવાથી શૈક્ષણિક સામગ્રી ખરીદી શકે તેમ ના હોવાથી સહાય આપવા વિનંતી કરેલ જેને ધ્યાન માં લેતા તત્કાલ જ દેવ સોલ્ટ દ્વારા વિધ્યાર્થીઓ ને શૈક્ષણિક કીટનું વિતરણ કરેલ . આ વિતરણ દરમિયાન કંપનીના અધિકારી વિવેક ધ્રુણા , રવિ સિંગ અને અનમોલ ઉપાધ્યાય હાજર રહ્યા હતા .

તદ ઉપરાંત મોરબી વન વિભાગના સયુંકત ઉપક્રમે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી પણ કરાઇ . મોરબી વન વિભાગના આર.એફ. ઓ ચેતનકુમાર દાફડા ના નેતૃત્વ હેઠળ વન વિભાગના ફોરેસ્ટર કાનાભાઈ ચાવડા , ભરતભાઈ બાલા અને દેવ સોલ્ટના વિવેકભાઈ ધ્રુણા આ શાળામાં વન્ય પ્રાણી , પક્ષી અને પર્યાવરણની વિશેની વિશેષ માહિતી આપવામાં આવેલ હતી અને સાથે સાથે શાળામાં ચિત્ર સ્પર્ધા તથા ક્વીઝ સ્પર્ધા નું પણ આયોજન કર્યું હતું ,

જેમાં વિજેતા થનાર એક થી ત્રણ નંબર પર આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણ કરાયું હતું . આ સમગ્ર કાર્યક્રમ માં શાળા ના આચર્યા ભાવેશભાઇ બોરીયા દ્વારા બિરદાવામાં આવ્યો હતો અને દેવ સોલ્ટ અને વન વિભાગ , મોરબી નો અભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો .