મોરબી : સમાજ પરિવર્તનમાં અગ્રેસર શિશુ મંદિર દ્વારા નવદંપતી પ્રશિક્ષણ કાર્યક્રમ

કોઈપણ ઈમારતને મજબૂત બનાવવા માટે પાયા મજબૂત તથા ઊંડા જોઈએ. વૃક્ષને ધરાદાર તથા વટ વૃક્ષ બનાવવા માટે બીજ સારું જોઈએ. સમાજ રાષ્ટ્ર તથા વિશ્વને સુખી સમૃદ્ધ બનાવવા માટે વ્યક્તિ સારા જોઈએ. સારા વ્યક્તિને જન્મ આપવા માટે માતા પિતાએ સારું બનવું પડે.

પ્રાચીન સમયમાં ભારત પોતાના જ્ઞાન તથા અધ્યાત્મના બળે સમગ્ર વિશ્વને પ્રકાશ આપી જ્ઞાનગુરુ પદ સ્વભાવતો હતો. ભારતનું ગુરુ પદ વિશ્વ પર્યાવરણ તથા પ્રકૃતિને સુખ શાંતિ આપનાર હતું. ભારતે આ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેના તપ અને અધ્યાત્મના પ્રતાપે ભારત પાસે એવા વ્યક્તિઓનો સમૂહ હતો જેમણે કઠોર સાધના કરી જીવનના રહસ્યો પામી સુખ તથા શાંતિનો માર્ગ પ્રશસ્ત કર્યો. સેકંડો વર્ષોના સંઘર્ષ તથા ગુલામીના સમયમાં આ જ્ઞાન ઘસાતું ગયું અને આજે આપણી જીવનચરિયામાં પશ્ચિમી સંસ્કૃતિ દેખાય છે. આપણા લોકોના જીવનમાં ભૌતિકતા, સ્વાર્થ, સંકોચિતતા, કપટ, કુટિલતા, અસત્ય, અપ્રમાણિકતા, પ્રમાદ વગેરેના પ્રવેશથી આપણું જીવન ઋણ બન્યું છે. સારા આત્માને જન્મ લેવો છે પણ તે યોગ્ય માતા-પિતાની શોધમાં છે.

મોરબીનું સરસ્વતી શિશુમંદિર શિક્ષણના માધ્યમથી ઉમદા માતા-પિતા બનવાની પ્રેરણા આપી તંદુરસ્ત સમાજના નિર્માણની દિશામાં કાર્ય કરે છે, આના માટે સમાજ તથા પરિવાર પ્રબોધનના વિવિધ કાર્યક્રમો વિદ્યાલય દ્વારા થતા રહે છે. આગામી દિનાંક 13/10/2022ને ગુરુવારે રાત્રે 09 વાગ્યે મોરબી શિશુમંદિર, નવા બસ સ્ટેન્ડ સામે નવદંપતી પ્રશિક્ષણનો કાર્યક્રમ રાખેલ છે. આ કાર્યક્રમમાં બાળક ઈચ્છુક દંપતી જોડાઈ શકે જેમને આ કાર્યક્રમમાં જોડાવાની જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, તેમણે શિશુમંદિરે પોતાના નામ દિનાંક 11/10/2022ને મંગળવાર સુધીમાં નોંધાવી જવા.