માધાપર કન્યા શાળા અને મોચી સમાજ મોરબી નું ગૌરવ

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ- ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષા ની બાળપ્રતિભા શોધ સ્પર્ધા-2022 નું આયોજન તારીખ 06/10/2022 ને ગુરુવારે ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે થયેલ.

જેમાં વકતૃત્વ સ્પર્ધા માં “મારે મોબાઈલ વગર ની મમ્મી જોઈએ છે” વિષય પર માધાપર કન્યા શાળાના ધોરણ -૬ માં અભ્યાસ કરતી હેન્સી દિલીપભાઈ પરમારે પોતાનું વક્તવ્ય આપી અને મોરબી જિલ્લા કક્ષા ની બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં વિભાગ – બ (10 થી 13 વર્ષ) માં બીજો નંબર મેળવીને સમસ્ત મોચી સમાજ મોરબી તથા માધાપર કન્યા શાળાનું ગૌરવ વધારેલ.